Abtak Media Google News

ખંભાતના વતની અને યુ.કે.સ્થાયી થયેલા માત્ર ૨૦ વર્ષના યુવકની બીન હિસાબી રોકડ અંગે સ્કોટલેન્ડ પોલીસ દ્વારા તપાસ

લંડનના ઇતિયાસમાં સૌથી વધુ ૫૨ મિલિયન પાઉન્ડનો દલ્લો પકડાયો

મુળ ગુજરાતના ખંભાત પંથકના માત્ર ૨૦ વર્ષના પટેલ યુવાનના લંડન સ્થીત વૈભવી બંગલામાંથી સ્કોટલેન્ડ પોલીસે દરોડો પાડી રૂા.૨૦૬ કરોડની રોકડા સાથે ધરપકડ કરી છે. લંડનના ઇતિયાસમાં સૌથી વધુ રોકડ સાથેનો દલ્લો પકડયા બાદ બેનામી રોકડના મુળ સુધી પહોચવા સ્કોટલેન્ડ પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે.ખંભાતના વતની અને લંડનમાં સ્થાયી થયેલા જય જીતુભાઇ પટેલ નામના યુવાન પાસે મોટી રોકડ હોવાની બાતમીના આધારે સ્કોટલેન્ડ પોલીસનો મોટો કાફલો ઘસી ગયો હતો. જય પટેલના વૈભવી બંગલામાં સર્ચ ઓપરેશન શરૂ કરતા તેને બેડમાં છુપાવેલી રૂા.૨૦૬ કરોડની રોકડ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.૫૨ મિલિયન પાઉન્ડ સાથે ઝડપાયેલા જય પટેલ અને સ્કોટલેન્ડ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

Img 20200804 Wa0028

સ્કોટલેન્ડ પોલીસે જય પટેલની ધરપકડ કરી આટલી મોટી રકમ કયાંથી મેળવી અને તેની સાથે અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ તે અંગે ઉંડી પૂછપરછ હાથધરી છે.

Fghfg

જય પટેલ મુળ ખંભાતનો વતની છે અને છેલ્લા કેટલાક સમયથી લંડન સ્થાયી થયા બાદ બિજનેશ સંભાળતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બેનામી ખજાનામાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. લંડનના ઇતિયાસમાં સૌથી મોટો દલ્લો પકડાતા લંડનમાં બિજનેશ સંભાળતા ગુજરાતી પરિવારમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.