Abtak Media Google News

પૂર્વ મેયરને પણ ભાજપ ટિકિટ નહીં આપે: પત્રકાર પરિષદમાં પાટીલે નવી રોન કાઢી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મામલે પાર્લામેન્ટરી બોર્ડના આરંભ પૂર્વે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ત્રણ નિયમોની ઘોષણા કરવામાં આવી હતી જેના કારણે પેનલની જે ડિઝાઈન સ્થાનિક સંકલન સમીતી દ્વારા બનાવવામાં આવી હતી તેમાં ધડમુળથી ફેરફાર કરવાની ફરજ પડી હતી. આજે બપોરે પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું હતું. સાથો સાથ ચોથો પ્રહાર કર્યો હતો. ભાજપ એક પણ મહાપાલિકામાં પૂર્વ મેયરને ટિકિટ નહીં આપે તેવી ઘોષણા કરવામાં આવી હતી. હવે પૂર્વ પ્રથમ નાગરિક કાયમી ધોરણે અભૂતપૂર્વ બની જશે. તેઓ નગરસેવક પણ બની શકશે નહીં. અગાઉના ત્રણ નિયમોથી સીનીયરોમાં જોરદાર નારાજગી જોવા મળી રહી છે તો જૂનીયરોમાં પણ ખુશાલી જોવા મળે છે. તો આજે જાહેર કરવામાં આવેલા ચોથા નિયમથી કેટલાંકના મોઢા પડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.