Abtak Media Google News

21 વર્ષની યુવતી બ્રિટનથી અમદાવાદ આવી ત્યારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યાંથી એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી ઓમિક્રોનનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો

અબતક, રાજકોટ : રાજકોટમાં ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. બ્રિટનથી આવેલી 21 વર્ષની યુવતી ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે. જેથી રાજકોટમાં ઓમિક્રોનના કુલ 2 કેસ નોંધાયા છે. હાલ આરોગ્ય વિભાગે સતર્ક થઈને આ યુવતીના સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલ લીધા છે.

ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોનના 2 દર્દીઓ સારવાર હેઠળ છે.

ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનાર યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી લંડનની હોવાનું જાણવા મળ્યું છે. 21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ યુવતી 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડાઈ હતી. તેનો ઓમિક્રોન રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા છે. અગાઉ આર.કે. યુનિવર્સિટીના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે.

આ સિવાય ગાંધીનગરમાં બે અને સુરતમાં બે ઓમિક્રોન શંકાસ્પદ આવ્યા છે. સુરતમાં ઓમીક્રોનના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કેનેડા અને યુકેથી આવેલા બે લોકોના સેમ્પલ લેવાયા હતા. વેસુનો આધેડ અને પારલે પોઇન્ટનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા દોડધામ થઈ ગઈ હતી. જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા. આ કેસમાં 43 લોકો ના સેમ્પલ લેવાયા. તમામના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે.

ગાંધીનગરમા તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું. બંને વિધાર્થીઓના સેમ્પલ ઓમીક્રોન પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ગઈ કાલે ખેડામાં ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે. રાજ્યમાં નવા 13 કેસ સાથે કુલ કેસની સંખ્યા 43 પર પહોંચી છે. જેમાં રાજકોટના એક કેસનો વધારો નોંધાતા આકંડો 44 થયો છે.

સિવિલમાં ધોરાજીના પ્રૌઢનું કોરોના સારવારમાં મોત

ધોરાજીમાં રહેતા 55 વર્ષીય પ્રૌઢને કોરોનાના લક્ષણો જણાતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ટેઈને કોરોના ડિટેકટ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈ કાલે રાત્રી દરમિયાન તેમની હાલત વધુ ગંભીર થતા સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થતા કોરોનાએ વધુ એક ભોગ લીધો હતો. ચાલુ સપ્તાહમાં જ કોરોનાએ વધુ એક વ્યક્તિનો ભોગ લેતા તંત્રમાં દોડધામ અને લોકોમાં પણ કોરોનાનો ફફડાટ વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.