- લાલગેટ વિસ્તારમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો
- હોસ્પિટલના કામના નામે આરોપીએ રૂપિયા પડાવી લીધા
- સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી રકમ પરત અપાવી
સુરતમાં ભેજાબાજો અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રુપિયા પડાવી લેતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને ૪૨ હજાર રૂપિયા ગુમાવ્યા હતા જો કે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
અનુસાર માહિતી દરમિયાન સુરતમાં ભેજાબાજો અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રુપિયા પડાવી લેતા હોય છે. ત્યારે સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને 42 હજાર રૂપિયા ગુમાવ્યા હતા. જો કે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. તે બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસમાં ચોકાવનારી માહિતી સામે આવી હતી
મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં શાહપોર વિસ્તારમાં મુનીર અહેમદ નજીર અહેમદ રહે છે. તેમના પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તેના મિત્રની ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે અને તેનું ગુગલ પે બંધ છે. જેથી હું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું તે પૈસા હું તને એક QR કોડ વોટ્સએપ કરું છું. તેમાં ટ્રાન્સફર કરી આપ તેમ જણાવીને 42 હજાર રૂપિયા જમા થયેલાનો ટેક્સ મેસેજ કરે છે અને મોકલેલા QR કોડ પર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવે છે. જેથી મુનીર અહેમદ નજીર અહેમદએ કોઈ પણ પ્રકારનું બેલેન્સ વેરીફાઈ કર્યા વગર જ QR કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને ત્યારબાદમાં તેના બેંક એકાઉન્ટ ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફરથી આવ્યા ના હતા. આ મામલે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવી હતી અને આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાન ફરિયાદીના નાણા એક્સીસ બેંક મારફતે હાલના આરોપી પ્રિયાંશ પટેલના ધી આદિનાથ કો.ઓપરેટીવ બેંક સુરતમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા પોતાના ડોક્યુમેન્ટ ઉપર આ બેંક એકાઉન્ટ ખોલાવી ૨૫ હજાર રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપેલાનું જણાવ્યું હતું.
પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેંકની 3 પાસબુક, એક ચેકબુક, એક ડેબીટ કાર્ડ મળી આવ્યા હતા તેમજ અત્યાર સુધીમાં તેણે અલગ અલગ કુલ 13 બેન્કોના એકાઉન્ટ ખોલાવી અને 20 થી 25 હજારમાં પ્રકાશ ઠક્કરને આપેલા છે અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધીમાં 20 સાયબર ફરિયાદો થઇ ચુકી છે. આ ઇસમેં આપેલા ધી આદિનાથ કો.ઓપરેટીવ બેંક સુરતના એકાઉન્ટમાં 45 દિવસમાં જ 116 ટ્રાન્જેક્શનથી કુલ 2 કરોડ 75 લાખની રકમ છેતરપીંડીથી મેળવેલ છે.
વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર હાલના પકડાયેલા આરોપી પ્રીયાન્સ અને પ્રકાશ ઠક્કર એકબીજાના મિત્ર છે અને છેલ્લા બે વર્ષથી પ્રકાશ ગોવા ખાતે કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને પ્રીયાંસને પૈસાની જરૂર હોવાથી પ્રકાશે તેને બેંક એકાઉન્ટ ખોલી અને આપવા જણાવ્યું અને તેના બદલામાં તેને એક એકાઉન્ટના 20 થી 25 હજાર આપવાનું જણાવ્યું હતું અને બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક, ચેકબુક, ડેબીટ કાર્ડ કુરિયર મારફતે ગોવા ખાતે મોકલી આપતો હતો પ્રકાશ ઠક્કર તે એકાઉન્ટ સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવા માટે વાપરતો હતો. વધુમાં તે બેંક એકાઉન્ટ સાથે તેના નામના સીમકાર્ડ લઈને પણ મોબાઈલ બેકિંગ તરીકે વાપરવા માટે મોકલતો હતો.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય