Abtak Media Google News

અલી બાબા એક્સપ્રેસ, અલી એક્સપ્રેસ, લાલામુવ ઈન્ડિયા, સ્નેક વીડિયો સહિતની એપ ઉપર સપાટો

કેન્દ્રની મોદી સરકારે વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરતાં  એપ્લિકેશન પર સપાટો બોલાવી દીધો છે. આ વખતે મોદી સરકારે વધુ ૪૩ એપ પર બેન મુકી દીધો છે. આ એપ્લિકેશનમાં અલી બાબા એક્સપ્રેસ, અલી એક્સપ્રેસ, લાલામુવ ઈન્ડિયા (ડિલિવરી એપ), સ્નેક વીડિયો સહિતની ૪૩ એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. ૪૩ એપ્સમાં મોટા ભાગની એપ્સ ડેટિંગ એપ્સ છે. જેના કારણે સરકારી અધિકારીઓ અને સેનાનાં જવાનોન હની ટ્રેપિંગમાં ફસાઈ શકવાનો ખતરો હતો.કેન્દ્રની મોદી સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૬૯અ હેઠળ આ તમામ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રએ એપ બેનને લઈને જણાવ્યું છે કે, આ એપ એવી ગતિવિધિઓમાં સંડોવાયેલી છે, જેનાથી દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા માટે ખતરો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મોદી સરકારે ચાર વખત ચાઈનીઝ એપ્સ પર સપાટો બોલાવ્યો છે. ૧૫ જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ પહેલીવાર મોદી સરકારે ૨૯ જૂનના રોજ ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. અને તે બાદ આ સિલસિલો ચાલુ જ રહ્યો છે.

૨૭ જુલાઈએ પણ ૪૭ એપ્સ, ૨ સપ્ટેમ્બરે ૧૧૮ પબજી સહિત ૧૧૮ એપ્સ પર બેન મુકી દીધો હતો. અને આજે હવે ફરીથી વધુ ૪૩ એપ્સ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.