Abtak Media Google News

47 દેશના કુલ ર400 પ્રતિ સ્પર્ધીઓ વચ્ચેની આ સ્પર્ધામાં તેમણે પોતાની પાંચ વર્ષની દીકરીની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરી 

કહેવાય છે ને કે નારી શકિત ધારે તે કરી શકે આનુંં જ એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં ભુજના હરસિઘ્ધિબા રાણાએ પોતાની રચનાત્ન્મકતા દ્વારા પુરુ પાડયું છે. 

આર્ટીસ્ટ તરીકે પ્રખ્યાત એવા ફ્લોરીડા સ્થીત પોલ જોઆકીમ અને મુંબઈ સ્થીત રિંતુ રાઠોડ દ્વારા લોકડાઉન સમયગાળા દરમ્યાન 47 દેશના કુલ 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે મુર્તી બનાવવાની ઓનલાઇન સ્પર્ધા રાખવામા આવી હતી જેમા ભુજના રહેવાસી હરસીધ્ધીબા જયદીપસિહ રાણા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. હરસીધ્ધીબા એ સ્પર્ધામાં પોતે બનાવેલુ ક્લે વર્કની ભગવાન શ્રી ગણેશ ની મુર્તી રજુ કરી હતી. 2400 પ્રતીસ્પર્ધીઓ વચ્ચે કચ્છ ની દીકરી ની પ્રથમ પસંદગી થયેલ છે. આ સ્પર્ધાના ઇનામ સ્વરુપે ફ્લોરીડા સ્થીત ચોકોલેટ અર્ટીસ્ટ ના ફ્રી સેસન હતા. ઉલ્લેખનીય છે કે પોલ જોઅકીમ એક સેસનના 2લાખ રુપિયા ચાર્જ કરે છે. આ સેસન મા પોલ દ્વારા ચોકોલેટનો ઉપયોગ કરી કઇ રીતે મુર્તી બનાવવી તે શિખડાવવામા આવ્યુ તથા હરસીધ્ધીબા એ પોતાની 5 વર્ષિય દીકરીની આબેહુબ પ્રતીક્રુતિ તૈયાર કરીને ચોકોલેટ અર્ટીસ્ટને પણ આશ્ચર્યમા મુક્યા હતા. પોલ જોઅકીમ ખુદ આશ્ચર્યમા આવી ગયો કેમ કે ફક્ત ઓનલાઇન ક્લાસીસ પર થી ખુબજ સરસ પ્રતિક્રુતી બનાવી હતી. આ મુકામ હાસીલ કરવા બદલ ફ્લોરીડા ના પોલ જોઅકીમ તરફ થી તથા મુંબઈ સ્થીત ચોકોલેટના ગણેશ બનાવવા માટે પ્રખ્યાત રીંતુ રાઠોડ દ્વારા પ્રમાણપત્ર આપવામા આવ્યુ છે. હરસીધ્ધીબા એ આ પછી ફક્ત 7 દીવસમા આપણા માનનીય પ્રધાનમંત્રી નરેંદ્રભાઇ મોદી નુ ચોકોલેટ ની મદદ થી ખુબજ સુંદર સ્ટેચ્યુ તૈયાર કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.