વધુ એક લવ જેહાદની ઘટના ?? અહી વિધર્મી યુવકને જાહેરમાં માર મરાયો, જુઓ તસ્વીરો

સુરત કોઈને કોઈ ઘટનાને લઈને વિવાદમાં રહેતું હોય છે ત્યારે આજ રોજ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં લવ જેહાદ બાબતે બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થીઓના મારામારીની આ ઘટનાના વીડીયો વાયરલ થયા છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ હિંદુ યુવતીઓ સાથે સંપર્ક વધારતા હોવાનું સામે આવતા વિવાદ વકર્યો છે.

સુરતની ફેમસ ભગવાન મહાવીર કોલેજની અંદર લવ જેહાદનું ષડ્યંત્ર રચાતું હોવાનો આશંકા હતી. હિંદુ વિદ્યાર્થીનીઓ પર નિશાન સાધી વિધર્મી યુવકો દ્વારા પ્રેમ વધારવામાં આવતું હતું આ બાબતે પહેલા નજર રાખવામાં આવી હતી ત્યારબાદ યુવકોને ઓળખવાનું કામ શરુ કરાયું હતું જેને પગલે આ મારામારીની ઘટના બની હતી.

વિધર્મી યુવકને માર મરાયો

હિન્દુ સંગઠનો દ્વારા જે વિદ્યાર્થીઓ હિન્દુ છોકરીઓ સાથે સંપર્ક વધારે રહ્યા હતા, અને તેમની સાથે અફેર કરતા હતા. તેમને ઓળખવાની છૂપી રીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે ત્રણ વિધર્મી યુવકો આ ષડયંત્ર કરતા હોય તેવું ધ્યાને આવ્યું હતું ત્યારે વિધાર્મીને માર મારવામાં આવ્યો હતો.

વિહિપના કાર્યકર્તાઓ દ્વારા આવારા તત્વોને માર માર્યો

વિહિપના કાર્યકર્તાઓ દ્વારા નજર રખતા જાણવા મળ્યું હતું કે તેઓ વિદ્યાર્થીનીઓ સાથે મિત્રતા વધારે તેમની સાથે સોશિયલ મીડિયામાં પણ ચેટિંગ કરતા અને એકબીજાનો નંબરનો આપ લે કરીને તેમની સાથે વાતો કરી મિત્રતા વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે તેમને ઓળખીને વિદ્યાર્થીને જાહેરમાં માર મરાયો હતો.