Abtak Media Google News

જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાનો સીલસીલો યથાવત

સેન્ટ્રલ જેલમાં ઝડતી દરમિયાન અવાર-નવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો થયાવત રહ્યો છે. ગઇકાલે જડતી દરમિયાન વધુ એક સીમ કાર્ડ વગનો મોબાઇલ જડી આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂજબ સેન્ટ્રલ જેલમાં સુપ્રિમ જેલર કે. એમ. સાધુએ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોધ્યો છે. જેલર સાધુએ જાણાવ્યા મૂજબ ગઇ કાલે હવલદાર ખીમાભાઇ એમ. કેશવાલા સર્કલ-૧ વિભાગના યાર્ડ નંબર ૮ માંથી બહારના ખુલ્લા ભાગમાં જડતી દરમિયાન સેમસેગ કંપનીનો બેટરી સાથેનો પરંતુ સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેલરે ફોન એફએસએસમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં પ્રતિબંધ ચીજવસ્તુઓ મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે વધુ એકવાર મોબાઇલ મળી આવતા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધી વધુ તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.