Abtak Media Google News

પૂ.આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી મ.સ. આદિ સાધુ ભગવતોની પાવન નિશ્રામાં જિનાલય શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો

આનંદ મંગલ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ રાજકોટ ઉપક્રમે લાભાર્થી ધર્મિષાબેન ભાવિનભાઇ મહેતા ભાણવડવાળા અપૂર્વ કેત શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનના નિર્માણ ખાત મુહુર્તમાં શ્રીસંઘ સ્થાપક શ્રીસંઘ પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય ભાગવત શ્રી વિશ્ર્વકલ્યાણ સૂરીશૂરજી ભગવત વિશ્ર્વકલ્યાણ સૂરીજી મ.સા.ના શિખર પૂ.આચાર્ય ભગવત યજ્ઞોવિજય સૂરીસૂરજી મ.સા. દિવ્ય કૃપા પ.પૂ.પન્યાસ શ્રી વસન વિ ગણવર્ય પાવન નિશ્રા પૂ.આચાર્ય ભગવંત મનમોહન સૂરીસૂરજી મ.સા. પૂ.આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી મ.સ.આદી સાધુ ભગવંતો પૂ.આચાર્ય ભગવત હેમચંદ્ર સૂરીશૂરજી મ.સ.શિખરત્ન પૂ.પન્યાસપ્રવર સત્વઓપી વિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં જિનાલયનું નિર્માણ કરાયું છે. સવારે 6:30 પૂ.ગુરૂ ભગવંતોનું સામૈયુ સાધુ વાસવાણી રોડ નક્ષત્ર બિલ્ડીંગથી સામૈયુ પ્રારંભ થયો હતો તેમજ શ્રી શીલા સ્થાપન ચઢાવા સવારે 9:00 વાગ્યે કરવામાં આવ્યો હતો. જેમાં ઉદામણી બોલવામાં આવી હતી. આ પ્રસંગે સંગીતકાર અકુંરભાઇ શાહ પણ સુંદર મજાના સ્તવનો ગાય સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા હતાં.

Dsc 4275 Scaled

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રભાઇ મહેતા, હિમાંશુભાઇ કોઠારી, જયેશભાઇ, નરેન્દ્રભાઇ, ગીરીશભાઇ શાહ, જનકભાઇ, જયેન્દ્રભાઇ, પ્રકાશભાઇ શાહ, પ્રકાશભાઇ કોઠારી, લલિતભાઇ વોરા, સમીરભાઇ કાપડીયા, સમીરભાઇ શાહ, સ્નેહલભાઇ યુવક મંડળના દરેક સભ્યો, મહિલા મંડળના દરેક સભ્યો અને સેવાભાવીઓએ જહેમત ઉઠાવી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.