- એરપોર્ટ પર પાર્ક કરાયેલ વિમાન સાથે બિઝનેસ જેટ અથડાતા એકનું મોત
- અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયા:ઘટના બાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે અટકાવી દેવાઈ
અમેરિકામાં લોકો હજી એક પ્લેન દુર્ઘટના ભૂલી ન રહ્યા હોય ત્યાં વધુ એક પ્લેન દુર્ઘટના સામે આવી જતી હોય છે. વારંવાર પ્લેન દુર્ઘટના સામે આવતી હોવાથી લોકો પ્લેનમાં બેસવાથી ડરી રહ્યા છે. ત્યારે વધુ એક પ્લેન દુર્ઘટના યુએસ એરપોર્ટ પર બની હતી. જેમાં એક નો ભોગ પણ લેવાયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, એરિઝોનાના સ્કોટ્સડેલ મ્યુનિસિપલ એરપોર્ટ પર એક બિઝનેસ જેટ બીજા વિમાન સાથે અથડાતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એક વ્યક્તિ વિમાનમાં ફસાઈ ગયો હતો, જ્યારે અન્ય ત્રણ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ FAA એ એરપોર્ટ પર ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે થોભાવી દીધી હતી.
આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ વિમાનમાં ફસાઈ ગયો હતો, જ્યારે ત્રણ અન્ય લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એરિઝોનાના સ્કોટ્સડેલ મ્યુનિસિપલ એરપોર્ટ પર લેન્ડિંગ પછી રનવે પરથી ઉતરી ગયો અને ગલ્ફસ્ટ્રીમ 200 બિઝનેસ જેટ સાથે અથડાઈ ગયો, આ સાથે વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, અમને ખબર નથી કે કેટલા લોકો સવાર હતા. FAA એરપોર્ટ પર ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે થોભાવી રહ્યું છે. તે દરમિયાન, ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે ફાયર વિભાગને પણ રનવે પર તૈનાત કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટના યુનાઇટેડ સ્ટેટ્સને હચમચાવી નાખનારી ઉડ્ડયન દુર્ઘટનાઓ શ્રેણીમાં નવીનતમ હતી.
આ ઘટના છેલ્લા આઠ દિવસમાં બે અન્ય મોટી યુએસ ઉડ્ડયન દુર્ઘટનાઓ પછી આવી છે, જેમાં આ પહેલા 29 જાન્યુઆરીએ વોશિંગ્ટન, ડીસી નજીક એક કોમર્શિયલ જેટલાઇનર અને આર્મી હેલિકોપ્ટર વચ્ચેની ટક્કર થઈ હતી. જેમાં 67 લોકો માર્યા ગયા હતા અને 31 જાન્યુઆરીએ ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા.