રૂપાણી સરકારની વધુ એક સંવેદનશીલ જાહેરાત, 18 વર્ષથી વધુ વયના લોકોને “કોરોના કવચ” મફત

0
67

કોરોના વાયરસને હરાવવા હવે નિયમોનું ચુસ્તપણે પાલન અને રસીકરણ જ એક માત્ર ઉપાય બચ્યો છે જેને વધુ ઝડપી બનાવવાની તાતી જરૂરિયાત છે આ તરફ કેન્દ્ર સરકારે ધ્યાન દોરી રસીકરણનો ત્રીજો તબક્કો 1 મેથી શરૂ કરવા જાહેરાત કરી છે. આ તબક્કામાં, 18 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના કવચ મેળવી શકશે. ત્યારે આ અંગે રૂપાણી સરકારે વધુ એક સંવેદનશીલ જાહેરાત કરી છે અને રાજ્યના તમામ પુખ્તને કોરોના કવચ મફતમાં આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે દોઢ કરોડ જેટલા ડોઝનો જથ્થો સુરક્ષિત કરી લીધો છે.

રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવવાના હેતુસર ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન વેબ પોર્ટલ (covin) પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. રસી માટે 18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે 28 એપ્રિલથી કોવિન પોર્ટલ પર અને આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ જશે. રસીકરણ પ્રક્રિયા અને રસી લગાવડાવા માટે એ જ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. અત્યારે ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સરકાર પાસેથી રસીના ડોઝ લઇ 250 રૂપિયા પ્રતિ ડોઝનાં હિસાબથી લોકોને ડોઝ આપી રહ્યા છે. પહેલી મેથી આ વ્યવસ્થા પૂર્ણ થઇ જશે અને પ્રાઇવેટ હોસ્પિટલોએ રસી નિર્માતાઓ પાસેથી ડાયરેક્ટ ડોઝ ખરીદવાના રહેશે. સરકારે જે દોઢ કરોડ ભેગા કર્યા છે તેમાંથી એક કરોડ સિરમ ઇન્સ્ટિટયૂટના છે તો અન્ય 50 લાખ ડોઝ ભારત બાયોટેકના કોવેકસીનના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here