Abtak Media Google News

કેન્દ્ર સરકાર નિર્ણયના પગલે રાજય સરકારે દરખાસ્ત કરી

આઝાદીના ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર લોક સેવકોના પગારમાં ચાલતી દલાતરવાડીની વાડી જેવી સ્થિતિમાં પહેલીવાર બ્રેક લાગી હોયતેમ કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવ રજૂ કરીને વડાપ્રધાન કેન્દ્રીય કેબીનેટ મંત્રક્ષઓ અને સાંસદોને કોવિડ ૧૯ કટોકટીના પગલે પગાર ઘટશહતો જે પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેના પગલે ગુજરાત સરકાર પણ એક દરખાસ્ત લાવી ધારાસભ્યનો પગાર કાપવાનો નિર્ણય લીધો હોવાનું નિતિન પટેલે સોમવારે જણાવ્યું હતુ.

તમામ ધારાસભ્યોને પહેલી એપ્રીલથી પગારમાં ૩૦ કિલો જેટલો કાપ સહન કરવો પડશે ૨૦૧૮માં ગુજરાતનાં ધારાસભ્યના પગાર ભથ્થામાં ૬૫ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૮માં ૨૦૦૫ની સ્થિતિએ આ પગાર વધારો અમલમાં મૂકવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિન પટેલે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે ગુજરાત સરકાર આ દિશામાં આગળ વધી છે. અને અમે ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યોનો પગાર ૩૦% ઘટાડવાનો નિર્ણયલીધો છે. અને ટુંક સમયમાં આ નિર્ણય અમલ કરીને ૧ લી એપ્રીલની સ્થિતિએ તેનો અમલ શરૂ થશે.

ધારાસભ્યો, અધ્યક્ષ, ડે. સ્પીકર, વિપક્ષના નેતા સહિતના પગાર અંગે ૨૦૧૮માં શાસક અને વિપક્ષના સંયુકત સહયોગથી વિધાનસભામાં પ્રસ્તાવ પારિત થયો હતો.

૧૮૨ ધારાસભ્યો માટે આવક વધારવાના વાવાઝોડા જેવા એ પ્રસ્તાવથી ધારાસભ્યોની આવકમાં માસિક ૬૦ ટકા જેટલી વધી હતી ૭૦ હજારમાંથી એક લાખને ૧૬ સુધી મહિનાની આવક પહોચી હતી સરકારના મંત્રાલયના ચાવીરૂપ જવાબદારી સંભાળતા ધારાસભ્યોની આવક અત્યારે ૧.૩૨ લાખ પહોચી છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે કે કોંગ્રેસ પ્રથમ એવો પક્ષ છે જેમના ધારાસભ્યોએ કોવિડ ૧૯ની લડત માટે અનુદાનની જાહેરાત કરી હતી. કોંગ્રેસ હંમેશા કટોકટીનાસમયે લોકોની સાથે ઉભી છે. અમે જનહિતના તમામ નિર્ણયોમાં સહાયભૂત થશુ તેમ તેમણે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.