Abtak Media Google News

જાગૃત નાગરિકની સતર્કતા અને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ત્વરીત કામગીરીી માનસીક અસ્થિર મહિલા હેમખેમ ઘરે પહોંચી

મવડી રોડ આનંદ બંગલા પાસે મોડી રાત્રે પરિવારી વિખુટી પડેલી મહિલાને અભયમ્ ટીમની ખરા અર્થમાં મળી મદદ

હૈદરાબાદમાં મહિલા તબીબ પર ચાર શખ્સોએ દુષ્કર્મ આચરી જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના અને રાજકોટના ભાવનગર રોડ પર પરિવાર સાથે સુતેલી ૮ વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જઈ નરાધમે દુષ્કર્મ કર્યાની ઘટનાના પગલે ગુજરાતભરમાં જનઆક્રોશ ઠાલવવામાં આવ્યો હતો અને નરાધમો સામે ચોતરફ ફીટકાર વરસી રહ્યો હતો. દુષ્કર્મની ઘટનાઓનું પ્રમાણ વધતા લોકોમાં ભારે ઉહાપો મચી જવા પામ્યો છે. જ્યારે રાજકોટમાં વધુ એક શરમજનક ઘટના બનતા અટકી છે. જાગૃત નાગરિકની સતર્કતા અને ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈનની ટીમની ત્વરીત કામગીરીી માનસીક અસ્રિ મહિલા સો અઘટીત ઘટના ઘટે તે પહેલા જ તેને હેમખેમ ઘરે પહોંચાડી પરિવાર સો મિલન કરાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર આવેલ આનંદ બંગલા પાસે ગઈકાલે મોડી રાત્રીના એક અજાણી લાચાર મહિલા સો અજાણ્યો નશાખોર શખ્સ અજુગતી માંગણી કરી તેને હેરાન-પરેશાન કરતો હોવાની એક જાગૃત નાગરિકે ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈનને ફોન કરી જાણ કરતા તાલુકા પોલીસની હદમાં આવેલ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સીલર પ્રિયંકા રાઠવા, જી.આર.ડી. કિરણબેન, મિનાક્ષીબેન અને પાયલોટ ભુપતભાઈ સહિતનો સ્ટાફ મવડી મેઈન રોડ પર આવેલ આનંદ બંગલા નજીકના સ્થળે પહોંચી ગયો હતો. ટીમ આવે તે પહેલા જ અજાણ્યા નશાખોર શખ્સ મહિલાને છોડી નાસી ગયો હતો. લાચાર અને બેબસ યેલી મહિલા રાત્રીના અજાણ્યા નશાખોર શખ્સના ખૌફી ધ્રુજતી હતી ત્યારે ૧૮૧ની ટીમે તેને સાત્વના આપી તેનું કાઉન્સીલીંગ કરી તેની સમસ્યાની પુછપરછ કરી ત્યારે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોય તે કશુ બોલી શકતી ન હતી. ત્યારબાદ થોડા સમય પછી મહિલાએ ટીમને મવડી ચોકડી પાસે આવેલ આશાદીપ સોસાયટી વિસ્તારમાં રહેતી હોવાનું જણાવતા ૧૮૧ની ટીમ તેણીને તેના પરિવાર સો મેળાપ કરાવવા આ વિસ્તારમાં લઈને ગયા હતા. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા ૧૮૧ની ટીમને આ અજાણી મહિલાનું ઘર મળ્યું હતું. ત્યારે અજાણી મહિલાને તેના પતિ અને સાસુને સોંપી હતી. તેના પતિના જણાવ્યા પ્રમાણે તેને સંતાનમાં એક બાળક હોવાનું અને તે છેલ્લા ઘણા સમયી માનસીક બિમારીનો શિકાર બની હોય તેથી તેની દવા હાલ ચાલુ છે અને મહિલાએ સમયસર દવા નહીં લીધી હોવાી તે ભુલી જવાની ટેવવાળી હોય તેથી ઘરેથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું. શહેરના જાગૃત નાગરિકની સતર્કતા અને ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈનની ટીમની ત્વરીત કામગીરીના પગલે રાજકોટમાં વધુ એક શરમજનક ઘટના બનતા  અટકી હતી. જેી મહિલાના પરિવારજનોએ પણ ટીમને થેકસ ટુ અભ્યમ… ખરા ર્અમાં કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.