Abtak Media Google News

ખાનગી હોસ્પીટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી દીધો ડોક્ટર બની ગયો: છ દિવસમાં બીજો નકલી ડોકટર પકડી પાડતી પોલીસ

રાજકોટમાં છ દિવસની અંદર બીજો નકલી તબીબ ઝડપાયો છે. જેમાં એસઓજીની ટીમે કોઠારીયા સોલવટ નજીક લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ધોરણ 12 પાસ ઓગસ્ટ તબીબને ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો અનુસાર કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે ક્લિનિક ચલાવતા મોકરમ દેવકરણભાઈ સુરું (ઉ.વ.50, રહે.ગીતાંજલિ સોસાયટી. 4,ગોકુલધામ પાસે,મવડી પ્લોટ) એ પ્રકારની ડિગ્રી ધરાવ્યા વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી ખાનગી રાહે એસઓજીની ટીમને મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડી મેડિકલ સાધનો દવાઓ અને ઈન્જેકશન મળી કુલ રૂપિયા.5 હજારનો માલ કબજે કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ધોરણ 12 પાસ છે અને તે અગાઉ મંગળા રોડ પર આવેલ એક ખાનગી હોસ્પિટલમાં એક વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી બાદ સીધો જ ડોક્ટર બની ગયો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો જેથી તેની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એસઓજીની ટીમે છ દિવસ પહેલાં જ એક બોગસ તબીબને ઝડપી પાડયો હતો બાદ ત્યાં બીજો બોગસ તબીબ ઝડપાયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.