Abtak Media Google News

સિંહોની ગામમાં ઘૂસવાની પોલ ખોલતાં સીસીટીવી દૂર કરવા વનકર્મીઓએ દુકાનદારને ધમકી આપી

રાજુલા વનવિભાગ દ્વારા પી આર સી એલ એટલે કે પીપાવાવ રેલવે કંપની દ્વારા અનેકવાર સિંહોને ટ્રેન નીચે કચડી નાખેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરેલ નહી જ્યારે બીજી બાજુ સીસીટીવી ફુટેજમાં પણ  લોકોને ધમકાવવામાં  આવી રહ્યા છે તો લોકો સાથે આવો વાર્તાઓ અને કંપનીઓ સાથે મીલીભગત ખુલ્લી પડી ગયેલ છે

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં સતત સિંહો ઘૂસી જવાની ઘટના દિન-પ્રતિદિન બની રહી છે. રહેણાક વિસ્તાર અને માર્ગો પર સતત ગામમાં સિંહો આવી ચડે છે. વન વિભાગના ફોરેસ્ટ સ્ટાફ કર્મચારીઓ અહીં ગેરહાજર રહેતા હોવાને કારણે સિંહો ઘૂસી જાય છે. જ્યારે સ્થાનિક દુકાનદાર દ્વારા સિંહો ગામમાં આવ્યાના સીસીટીવી કેમેરામા કેદ થતાં ફૂટેજ મીડિયાને અપાતાં સ્થાનિક કર્મચારીઓને રેલો આવ્યો હતો. જેથી વનકર્મચારીઓએ દુકાનદારને સીસીટીવી તોડવાની ધમકી આપી હતી.

દુકાનદારને સીસીટીવી ન આપે એ માટે વન વિભાગના કાયદા સમજાવ્યા હતા અને ડરાવ્યો સ્થાનિક દુકાનદાર દ્વારા સિંહો ગામમાં આવ્યાના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજ મીડિયાને અપાતા સ્થાનિક વનકર્મીઓ ઉશ્કેરાઇને ધમકી આપવા રાજુલા છઋઘની સરકારી ગાડી લઈ કાતર ગામ પહોંચ્યા હતા અને દુકાનદારને સીસીટીવી ન આપે એ માટે વન વિભાગના કાયદા સમજાવ્યા હતા અને ડરાવ્યો હતો. ત્યાર બાદ છેલ્લે વન વિભાગના કર્મીઓ દ્વારા સીસીટીવી કેમેરા તોડી દેવાની ધમકી આપી હતી, જેને કારણે દુકાનદાર વેપારી ગભરાઈ હતો. હવે જો આ સીસીટીવી કેમેરા તૂટશે તો જવાબદાર કોણ? એ પણ એક મોટો સવાલ છે.

રાજુલા પંથકમાં સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. ત્યારે હવે ગ્રામીણ વિસ્તારમાં વધુ સિંહો ઘૂસી જાય છે. વનકર્મીઓ આવતા નથી એવા સમયે કાતર ગામના દુકાનદાર દ્વારા સીસીટીવી ફૂરેજ મીડિયાને આપતાં વનકર્મીઓને રેલો આવતાં આજે તેઓ સરકારી આર.એફ.ઓની ગાડી લઈ રોફ જમાવવા પહોંચી ગયા હતા. જ્યારે બીજીબાજુ પીપાવાવ રેલવે કંપની દ્વારા કેટલાય સિંહોને ટ્રેન નીચે કચડી નાખેલ હોવા છતાં વનતંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નહીં હોવાનું પણ લોકોમાંથી જાણવા મળી રહેલ છે. તેમજ રેવન્યુ વિસ્તારમાં જંગલ ના કાયદાઓ વાપરીને જાણે જંગલરાજ હોય એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત રોડ ઉપર પણ સિંહ નીકળે ત્યારે લોકો ગાડી લઈને ઊભા હોય ત્યારે પણ વનતંત્ર દ્વારા રોફ જમાવી ને લોકો ઉપર ખોટા કેસોમા ફિટ કરવાના પણ બનાવો બની રહ્યા હોવાનું લોકોમાંથી જણાવવામાં આવી રહેલ છે

જ્યારે આ અંગે કાતર ગામના વેપારી કરશનભાઈએ જણાવ્યું હતું કે ગામમાં સિંહ વારંવાર આવી જાય છે એટલે મેં મીડિયાને સીસીટીવી ફૂટેજ આપ્યા હતા, જેથી વન વિભાગવાળા અહીં આવ્યા હતા અને મને કાયદાકીય ભાષા સમજાવી સીસીટીવી તોડી દેવાની ધમકી આપી હતી. વનકર્મીઓ સિંહોને દૂર ખસેડવાને બદલે મને દબાવવા માટેનો પ્રયાસ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.