એન્ટાર્કટિકા વિશ્વ નો સૌથી ઠંડો દેશ: અસ્થિ-ઠંડક ફ્રીઝનો અનુભવ કરાવતા આ છે, દુનિયાના ટોપ-10 ઠંડા દેશો !!

  • દક્ષિણ ધ્રુવ વિશ્વ નું સૌથી ઠંડુ સ્થળ હોવાથી અહીં ભાગ્યેજ કોઇ વસવાટ કરી શકે છે: માઇનસ 100 ડિગ્રી તાપમાને શિયાળામાં બરફની ચાદર બની જાય છે: આવા સ્થળોએ તમારા શ્ર્વાસને નિયંત્રિત કરવા અને ઉર્જા બચાવવા હમેંશા શાંત રહેવું પડે છે
  • તાજેતરની યાદી મુજબ રશીયા, ગ્રીનલેન્ડ, કેનેડા, યુ.એસ.એ., ચીન, મંગોલિયા, કિર્ગિઝસ્તાન, સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે દુનિયાના ટોપ-10 ઠંડા દેશો છે: વિશ્વ માં બે ભૌગોલિક ધ્રુવોમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેને પૃથ્વીની ધરીના બે બિંદુ છેડા તરીકે વર્ણવવામાં આવે છે

આપણે ત્યાં 7 કે 8 ડીગ્રીએ ડબલ ગોદડા ઓઢવા પડે છે ત્યારે માઇનસ 67 ડીગ્રીમાં શું હાલત થતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે તો પ્લસ પાંચ ડીગ્રીની અનુભવ કર્યો હશે પણ આવી હાડ ગાળતી ઠંડીને અનુભવ ક્યારેય કર્યો ન હોય. છેલ્લા દશકાથી ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વ ભરના તાપમાનમાં વધ-ઘટ જોવા મળી રહી છે. વિશ્વ માં બે ભૌગોલિક ધ્રુવોમાં ઉત્તર ધ્રુવ (આર્કટીક મહાસાગર) અને દક્ષિણ ધ્રુવ (એન્ટાર્કટિકામાં) આ બન્ને ધ્રુવોને પૃથ્વીની ધરીના બે બિંદુ છેડા તરીકે વર્ણવાય છે, પરિણામે જે દેશો આ સ્થાનોથી નજીક છે ત્યાં વધુ ઠંડીને તેનાથી દૂર છે ત્યાં ઓછી ઠંડી પડે છે.

એન્ટાર્કટિકાથી નજીક આવેલા દેશોમાં કાયમી શિયાળાની ઋતુંનો અનુભવ મળે છે. વિશ્વ નો સૌથી ઠંડો દેશ કે પ્રાંત એન્ટાર્કટિકા છે. આપણને અસ્થિ-ઠંડક ફ્રિઝનો કાયમી અનુભવ કરાવે છે. દક્ષિણ ધ્રુવના ઠંડા વિસ્તારમાં માઇનસ 100 ડીગ્રી તાપમાને શિયાળામાં સ્થળ બરફની ચાદર બની જાય છે. દુનિયાના ટોપ-10 ઠંડાગાર દેશોમાં તમારા શ્ર્વાસને નિયંત્રીત કરવા અને ઉર્જા બચાવવા હમેંશા શાંત રહેવું પડે છે.

આજે આ લેખમાં આ વર્ષ વિશ્વ ના એવા ટોપ-10 દેશોની વાત કરવી છે જ્યાં અત્યાર સુધીનું સૌથી તાપમાન નોંધાયુ છે. આવા ઠંડા હવામાન દેશોની સાથે સ્થળ પ્રમાણે બદલાય છે તો સાથે શિયાળામાં તમામ દેશોમાં હાડગાળતી ઠંડીનો અનુભવ થાય છે. વિશ્વ ના આવા દેશોની ઘરની રચનાઓ પણ અન્ય કરતાં થોડી જુદી જોવા મળે છે. સતત બારે માસ ઠંડીનો અહેસાસ ચાલુ હોવાથી લોકો પણ તેના પહેરવેશ સાથે જીવનશૈલી તેને અનુરૂપ બનાવી છે.

રશિયા :

The Coldest Cities In Russia - WorldAtlas

આ દેશમાં શિયાળો ખૂબ જ લાંબો હોય છે. આ દેશની જમીનનાં કેટલાક ભાગોમાં તાપમાન ભયંકર રીતે ઉંચા સ્તરે પહોંચી જાય છે. શિયાળા દરમ્યાન કે મોટા ભાગના વર્ષમાં રશિયાના યાકુત્સ્કમાં-47 સે. થઇ જાય છે. તેથી તેને પૃથ્વી પરનાં સૌથી ઠંડા શહેરનું બિરૂદ મળ્યું છે. સપ્ટેમ્બરથી શરૂ થતી ઠંડી નવેમ્બરથી માર્ચ મહિનાઓમાં વધુ તીવ્રતા પકડે છે. પ્રથમ હિમવર્ષા સુખદ હોય છે જે બાદમાં દુ:ખદ બની જાય છે. અહીંની રશિયન પ્રજા સામાન્ય રીતે તેના દિવસની શરૂઆત 10 થી 15 મિનિટની કસરત સાથે અને કારમાંથી બરફ દૂર કરવાથી કરે છે. અહિં ઇનડોર ગેરેજનો અભાવ હોય છે. બરફના મુખ્ય મુદ્ા સાથે વધુ સમસ્યા સૂર્ય પ્રકાશનો અભાવ છે. ઓક્ટોબરના સૂર્યાસ્ત બાદ માર્ચના અંત સુધી તેને ફરી જોઇ શકાતો નથી.

ગ્રીનલેન્ડ :

What Type Of Climate Does Greenland Have? - WorldAtlas

1991માં આ દેશના ઓટોમેટિક વેધર સ્ટેશન ઉપર-69.6 સે. તાપમાન નોંધાયુ હતું. 2021માં પણ સૌથી ઠંડુ તાપમાન નોંધાયું હતું. જૂનથી ઓગસ્ટ ગ્રીનલેન્ડના તમામ નગરોમાં તાપમાન 50 સે. કે તેની નીચે રહે છે. ચાલુ વર્ષે ઉનાળામાં પણ વિશ્વ ના સૌથી ઠંડા દેશોમાંનો એક છે. આ વર્ષના 5મી જાન્યુઆરીએ બપોરે પણ તાપમાન 13 ડીગ્રી સેલ્સિયસ જોવા મળેલ.

યુનાઇટેડ સ્ટેટ્સ :

The 10 Coldest Cities In The United States - WorldAtlas

ઠંડા હવામાનની વાતમાં અલાસ્કા યુ.એસ.ના ઘણા રાજ્યો કરતાં વધી જાય છે, કારણ કે તે ઉત્તર ધ્રુવથી નજીક છે. આ પ્રાંતમાં 48 રાજ્યોમાં સૌથી ઠંડા રાજ્યો મોસમ પ્રમાણે બદલાય છે. યુ.એસ.ના અન્ય ભાગોમાં માઇનસ 70 ડીગ્રી તાપમાન પણ જોવા મળે છે. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વ ના સૌથી ઠંડા દેશોનો એક ભાગ છે.

કઝાકિસ્તાન :

Nursultan, Kazakhstan from The coldest cities in the world - The Active Times

શિયાળાના નવેમ્બરમાં જ આ દેશમાં સતત હિમવર્ષા શરૂ થઇ જાય છે. જે સતત પાંચ મહિના ચાલે છે. જાન્યુઆરી મહિનો આ દેશનો સૌથી ઠંડો મહિનો છે. શિયાળામાં તાપમાન 8 ડિગ્રી હોય છે. આ દેશના અલ્માટી શહેર સ્કીઅર્સ, સ્નોબોર્ડસ અને અન્ય શિયાળાની રમતના શોખીનો માટે પ્રખ્યાત છે.

મંગોલિયા :

Ulaanbaatar, Mongolia - The coldest inhabited places in the world | The Economic Times

આ દેશમાં નવેમ્બરથી માર્ચ વચ્ચે લગભગ આખા દેશમાં તાપમાન શૂન્યથી ઓછુ જોવા મળે છે. એપ્રીલથી ઓક્ટોબરના આંકડા પણ તેની નજીક હોય છે. ઘણા વર્ષોથી શિયાળાની રાત્રી 40 ડિગ્રી જોવા મળે છે. જો કે એક વર્ષે તો તળાવની આસપાસ 55 ડિગ્રી જોવા મળેલ હતું. અહીંના રણમાં પણ માઇનસ ડીગ્રી જોવા મળે છે. આ દેશને ‘બ્લુ સ્કાય ક્ધટ્રી’ તરીકે ઓળખાય છે.

ફિનલેન્ડ :

Meet Turku: Guide to Finland's Oldest City

આ દેશમાં 1999માં 51.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આ દેશમાં તમે ક્યાં છો તેને આધારે તમને શિયાળાનો અનુભવ થાય છે. દેશમાં ત્રણથી સાત મહિના શિયાળો ટકે છે. આટલા ઠંડા દેશ હોવા છતા પ્રજાને રોજીંદા જીવનમાં ખલેલ પડતી નથી, ગમે તેવી ઠંડી કે બરફ પડે પણ ફિન્સ લોકો શાળા કે કામ પર તો જશે જ.

એસ્ટોનિયા :

Top 10 Coldest Countries in the World - Listovative

આ દેશના નવા વર્ષના પ્રથમ બે મહિના સૌથી ઠંડા જોવા મળે છે, જેમાં અમુક રાત્રીએ તો 35 ડિગ્રી જેટલું ઓછુ તાપમાન થઇ જાય છે. હિમવર્ષા જે થાય છે. તે ચક્રવાતને કારણે થાય છે. આ દેશ ક્યારેક તો સમુદ્રથી પ્રભાવિત થઇ જાય છે. પાંચ મહિનાની બર્ફિલી મોસમ ચાલે છે.

કેનેડા :

Top 10 Coldest Cities in Canada — 3 Cows and a Cone

કેનેડાના વીનીપેગ, મેનિટોબા શહેરમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળે છે. આ બંને શહેરો વિશ્વ ના સૌથી ઓછા તાપમાનવાળા શહેરો છે. શિયાળામાં આ શહેરો થીજી જાય છે. આ દેશના 10 શહેરોનું રાત્રીનું તાપમાન એવરેજ-13 ડીગ્રીથી નીચે હોય છે. આ દેશના આ ઠંડા 10 શહેરોમાં દિવસનું તાપમાન પણ 4 ડિગ્રી જોવા મળે છે.

આઇસલેન્ડ :

These Are the Coldest Places in the World You Should Actually Visit

દેશનું નામ જ તેની ઠંડીને કારણે પડ્યું લાગે છે. આ દેશનાં ક્યા વિસ્તારમાં છો તે પ્રમાણે ઠંડીની અસર વર્તાય છે. જેમ તમે ઊંચા જાવ તેમ ઠંડી વધતી લાગે છે. 22 ડિગ્રી શિયાળામાં જોવા મળે છે. ઠંડા હવામાન વચ્ચે પણ રાત્રીની લાઇટનો અદ્ભૂત નજારો માણી શકાય છે.

નોર્વે :

What is the coldest city in Norway? - Quora

આ દેશનું શિયાળાનું તાપમાન 6.8 ડિગ્રી હોય છે. ઓસ્લોમાં હિમવર્ષા તો સામાન્ય હોય છે. દેશનાં ફિનમાર્ક, ટ્રોમ્સ, ટ્રંડેલેગ અને પૂર્વી નોર્વેમાં શિયાળો સખત ઠંડી અને બરફ વર્ષાનો હોય છે. આ દેશ ગ્રીનલેન્ડ અને રશીયાની ઠંડી હોવાથી સતત ઘેરાયેલો રહે છે.

આવા દેશોમાં કેવી રીતે ટકી રહેવું તે બધાએ શીખવું જ પડે છે. ઠંડા વાતાવરણને અનુકૂલન કરવા જાતને તૈયાર કરવી, કુદરતી ગરમ ઘરમાં રહેવું, ઠંડી સામે સંપૂર્ણ રક્ષણ આપતા જાડા જાકીટ, ગ્લોવ્સ વિગેરે ગરમ પાણી પીવાની આદત પાડવી જ પડે છે. ગરમ કોફી કે ચા નિયમિત લેવી જ પડે છે. લાંબો સમય ભીના રહેવાનું ટાળવું અને કામ વગર વારંવાર બહાર ન નીકળવું. નિયમિત કસરત ફરજીયાત કરવી જ પડે છે. ઘરમાં પુરતી હિટીંગ માટે સાધનો રાખવા જ પડે છે. બહાર નીકળો ત્યારે પગથી માથા સુધીનું શરીર ઢાંકી દેવું હિતાવહ છે.

એન્ટાર્કટિકા ખંડના વોસ્ટોક સ્ટેશન પર પૃથ્વી પરનું સૌથી ઓછુ તાપમાન- 89.2 નોંધાયુ હતું !!

Where Is the Coldest Place on Earth? | Wonderopolis

પૃથ્વી પરની સૌથી ઠંડી જગ્યા એટલે એન્ટાર્કટિકા સૌથી વધુ પવનવાળા અને સૌથી સુકા સ્થળનું વાર્ષિક તાપમાન સરેરાશ દરિયા કાંઠે- 10 ડીગ્રી અને આંતરીક ભાગમાં-60 ડીગ્રી જોવા મળે છે. ઉનાળામાં પણ-30 તાપમાન હોય તો શિયાળામાં-80 સુધી પહોંચી જાય છે. અહીં તમે ઉકળતા પાણીને હવામાં છંટકાવ કરો તો પણ બરફ બની જાય છે. 21 જુલાઇ 1983નાં રોજ ખંડના વોસ્ટોક સ્ટેશન પર પૃથ્વીની સપાટી પર અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન માઇનસ 89.2 સી. માપવામાં આવ્યું હતું. આ સ્થળનો શિયાળો એટલો કઠિન હોય છે કે સમુદ્રની સપાટી પણ થીજી જાય છે.

આ જગ્યાને સીધો સૂર્ય પ્રકાશ મળતો ન હોવાથી આર્કટિકા (ઉત્તર ધ્રુવ) અને એન્ટાર્કટિકા (દક્ષિણ ધ્રુવ) બંને ઠંડાગાર છે. શિયાળા દરમિયાન એક મહિના સુધી સૂર્ય ક્ષિતિજની નીચે એટલે ઊંડો હોય છે કે તે દેખાતો જ નથી. વિશ્વ માં એકમાત્ર આ વિસ્તાર એવો છે કે જ્યાં લોકો કાયમી વસવાટ કરતાં જ નથી.