સોશિયલ મિડીયાનો એન્ટી સોશિયલ ઉપયોગ: કોંગ્રેસ ‘આપ’ શરમ કરો લોકોને ભરમાવા ‘અબતક’ના ખંભે બંદુક ન ફોડો

સસ્તી પ્રસિધ્ધિ મેળવવા પ્રદેશ કોંગ્રેસના સોશ્યિલ મીડીયાના કોઓર્ડીનેટરનું કાવતરું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે વર્ષોથી સતત હારનો સામનો કરતી કોંગ્રેસ પાર્ટી કોઇ પણ ભોગે પોતાની વાત લોકો સુધી પહોચાડવાના પ્રયાસરૂપે

મિડીયાની વિશ્ર્વસનીયતા સાથે ચેડા કરી નીચ કક્ષાનું વર્તન કરવા કેટલી નીચે ઉતરી શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. ‘અબતક’ની વિશ્વનિયતાનો દુર ઉપયોગ કરી જાણે કોંગ્રેસ ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે તેવું દેખાય રહ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ સોશ્યલ મિડીયાના કોડીનેટર રજત સંઘવીએ ‘અબતક’ના સોશ્યલ મિડીયામાં પકાસીત થયેલી અને વાયરલ થયેલી બ્રેકીંગ ન્યુઝની એક ટાઇલ સાથે ચેડા કરીને મુખ્ય મંત્રી રૂપાણી અને સરકારને લોકોમાં બદનામ કરવાના હેતુથી એક લાઇન એડ કરીને ‘અબતક’ની એ ટાઇલને કોંગ્રેસના અસંખ્ય ગૃપમાં તેમજ ખેડુતના તથા આપના ગૃપમાં વાયરલ કરી હતી. આપના આગેવાન નિમેશ ભંડારીએ પણ તથ્યની તપાસ કર્યા વિના જ આ ટાઇલને આપના અસંખ્ય ગૃપમાં વાયકલ કરી ‘અબતક’ના ખંભે બંદુક ફોડવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર ૧૦ના આગેવાન અને વોર્ડ નંબર ૭ની ટિકિટના દાવેદાર અભિષેક તાળાએ પણ સોશ્યલ મિડીયા પર એન્ટી સોશ્યલ ગતીવિધી કરવામાં પુરતી ભાગીદારી નોંધાવીને ‘અબતક’ની ચેડા કરેલા સમાચારની ટાઇલને અસંખ્ય ગૃપોમાં વાયકલ કરી હતી.

‘અબતક’ મેનેજમેન્ટને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સોશ્યલ મિડીયા પર કરાયેલા ચેડાની જાણ થતા તપાસ ચાલુ કરી હતી. જેના અંતે કોંગ્રેસના સોશ્યલ મિડીયાના પ્રદેસ કોડીનેટર રજત સંઘવી, વોર્ડ નંબર ૧૦ના આગેવાન અભિષેક તાળા અને આમ આદમી પાર્ટીના આગેવાના નિમેશ ભંડારીના નામ સામે આવ્યા હતા. આ ત્રણેય આગેવાનને ખબર પડી કે ‘અબતક’ પાસે એમના કરતુતના પુરાવા સાથેની જાણકારી છે ત્યારે મેનેજમેન્ટ સમક્ષ માફી માગી અને સમગ૩ ઘટના પર ઢાંકપીછોડ કરવાની આજીજી કરી હતી. પરંતુ ‘અબતક’ એક વાચકોના ભરોસા પર હમેશા ખરૂ ઉતરતું અખબાર છે ત્યારે પોતાની છબીને ખરડવાના કોઇ પણ પ્રયાસને જતા કરવા ‘અબતક’ને યોગ્ય લાગતા નથી.

‘અબતક’ની ટાઇલ સાથે ચેડા થવાની ઘટનાનો સમગ્ર ચિતાર

ગત તા.૨૨ જાન્યુઆરીના રોજ ‘અબતક’ના ડીઝીટલ મિડીયાના માધ્યમથી રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય લોકો સુધી પહોચાડવા માટે ટાઇલ બનાવી વાયરલ કરવામાં આવી હતી. જેમાં લગ્ન સિવાયના ખુલ્લા મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સંખ્યાને લઇ કોઇ મર્યાદા રહેશે નહી. આ ટાઇલમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના ફોટો ઉપર એક જાહેર ખબર હતી. આ ટાઇલ સોશ્યલ મિડીયા પર વાયકલ થયા બાદ તેની સાથે ચેડા કરી ટાઇલની અંદર રહેલા જાહેર ખબરના ભાગને હટાવી એવું લખવામાં આવ્યું ચૂંટણી આવી હવે કોરોના જશે. આ પ્રકારના ચેડા કરવા પાછળનું કારણ ‘અબતક’ના બેનર નીચે છપાયેલા સમાચાર અથવા બ્રેકીંગ ન્યુઝની વિશ્ર્વશનિયતા સ્થાપિત થઇ છે. ‘અબતક’ના મેનેજમેટના ધ્યાનમાં આ વાત તા.૨૨મીએ બપોરે આવતા તપાસ શરૂ કરી હતી. આ ચેડા કરવા પાછળ કોણ જવાબદાર છે. તે સાંજ સુધીમાં શોધી લીધું હતું.

સસ્તી પ્રસિધ્ધિ મેળવવા કરાતા ચેડા સાઇબર ક્રાઇમ હેઠળ ત્રણ વર્ષની સજાને પાત્ર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ દ્વારા સસ્તી પ્રસિધ્ધી મેળવવા સાઇબર ક્રાઇમનો ગંભીર ગુનો બનતો હોવાનું વિસરી જતા હોય તેમ ‘અબતક’ની ટાઇલ સાથે ગુનાહીત ચેડા કરી અને સાઇબર ક્રાઇમનો સજાને પાત્ર ગુનો આચર્યો છે. આ અંગે તાજેતરમાં નિયમો પણ ઘણા કડક કરવામાં આવ્યા છે. આ અંગે કાયદા નિષ્ણાંત તુષારભાઇ ગોકાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ચેડા અંગે ગુનો નોંધાય ત્યારે બે થી ત્રણ વર્ષની સજાને સુધીની જોગવાય રહી છે.

ચેતવણી

અબતક મીડિયા દ્વારા લોકોને તાજા સમાચારો ત્વરિત પહોચાડવા માટે લેટેસ્ટ ન્યૂઝ ટાઇલ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મુકવામાં આવે છે. અસામાજિક તત્વો દ્વારા આ ટાઇલ્સમાં ચેડા કરી તેને વાયરલ કરવાના બનાવો સામે આવ્યા છે. આવું કૃત્ય કરનારાઓને અબતક મીડિયા ચેતવણી આપે છે કે જો આ પ્રકારનું કૃત્ય કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અબતક મીડિયા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

Loading...