Abtak Media Google News

કોરોનાના નવા “કલર” ડેલ્ટા પ્લસ સામે લડવા બે રસીનું મિશ્રણ કરી ‘બુસ્ટર ડોઝ’ આપવા પડે તેવી શકયતા: વૈજ્ઞાનિકો

કાચિંડાની જેમ ઝકલર” બદલી રહેલા કોરોનાના એક પછી એક નવા નવા સ્વરૂપ સામે આવી રહ્યા છે. જેની સામે રસીની અસરકારકતા પર ફરી પ્રશ્નો ઉભા થયા છે. વૈજ્ઞાનિકોના મતે તાજેતરમાં હાવી બનેલા નવા કોરોનાના વેરીએન્ટ ડેલ્ટા પલ્સના ડંખ સામે જો સુરક્ષિત રહેવું હશે તો રસીના બે ડોઝ ખાસી એવી અસર કરશે નહીં. આ માટે રસીના બુસ્ટર ડોઝની ખૂબ જરૂરિયાત પડી શકે છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પરથી એ જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરીએન્ટ સામે નીચા સ્તરે એન્ટિબોડીઝ બનતા બે ડોઝ ઉપરાંત ત્રીજો બુસ્ટર ડોઝ પણ આપવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. અભ્યાસમાં ખુલાસો થયો છે કે ઘણાં લોકોમાં કોવિશિલ્ડ રસી લીધા બાદ એન્ટીબોડીની માત્રા બદલાઈ રહી છે. આઈસીએમઆર અધ્યયનમાં ડીએલ 14ૠ ધરાવતા અગાઉના સાર્સ-કો -2 સંસ્કરણની તુલનામાં અનુક્રમે કોવિશિલ્ડના એક અને બે ડોઝ આપવામાં આવતા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ સામે એન્ટિબોડી સ્તરને તટસ્થ કરવામાં 2 ગણો ઘટાડો થયો છે. જેને હવે સંતુલિત કરવા ત્રીજા ડોઝની આવશ્યકતા પડી શકે છે તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.