જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની શેડો બેંક એકાઉન્ટ પ્રથામાં સહકાર આપવા અપીલ

0
18

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા તારીખ 1લી એપ્રિલથી શેડો બેંક એકાઉન્ટની અમલવારી શરૂ કરાઈ છે ત્યારે શેડો એકાઉન્ટની પ્રથા સ્વીકારી તેમની  અમલવારીમાં ખેડૂત સભાસદોને સહકાર આપવા ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા અનુરોધ કર્યો છે.  જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ એક યાદીમાં જણાવ્યું છે કે, બેન્કો દ્વારા મંડળીઓ મારફતે ખેડૂતોને જે ખેતી વિષયક ધિરાણ અપાયું છે તે નાબાર્ડના નિયમો મુજબ ખેડૂત સભાસદોના એકાઉન્ટમાં રાખવાનું રહે છે અને આ શેડો એકાઉન્ટ ખોલવાથી મંડળી અને બેંક બંનેના ખાતાની સમાનતા જોઈ શકાય છે જેને લઇને વહીવટમાં પારદર્શિતા આવે છે અને બેંક ખાતાથી ગેરરીતિ કે જાણ બહાર તેમના ધિરાણ ખાતાના વ્યવહારો થઈ શકતા નથી પરિણામે ખાતાની સંપૂર્ણ સલામતી ખેડૂત સભાસદોની રહેશે ત્યારે શેડો એકાઉન્ટ ખેડૂત સભાસદો માટે આવશ્યક અને અનિવાર્ય પણ છે અને ખેડૂતોના ધિરાણની સલામતી માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા શેડો એકાઉન્ટની અમલવારી શરૂ કરવામાં આવી છે.

આથી જિલ્લા બેંક દ્વારા શરૂ કરાયેલા શેડો એકાઉન્ટની અમલવારીમાં ખેડૂત સભાસદોએ સહકાર આપવા ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here