Abtak Media Google News

વિશ્વની દિગ્ગજ ફોન મેકર કંપની Appleને આઈફોન-12ની સાથે ચાર્જરના આપવું ભારી પડ્યું છે. 9to5Googleના રિપોર્ટ મુજબ, બ્રાઝીલની કંઝ્યુમર પ્રોટેક્શન એજન્સી Procon-SPએ Apple પર 2 મિલિયન ડોલર (અંદાજિત 14 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. બ્રાજિલિયન એજન્સીએ ભ્રામક જાહેરાત, ચાર્જર વિનાના ડિવાઇસ વેચવા અને અનુસૂચિત નિયમોને દંડનું કારણ બતાવ્યું છે. પ્રોકોન-SPએ જણાવ્યુ કે,”Appleનો આ નિર્ણય પર્યાવરણ માટે કોઈ ફાયદાકારક નથી.”

એજન્સીએ પૂછ્યું- કેમ ઓછી ના કરી કિંમત?

એજન્સીએ પૂછ્યું કે,તમે ચાર્જર બાદ કર્યા પછી આઈફોન-12ની કિંમત ઓછી કરી છે. હાલમાં Apple તરફથી કોઈ જવાબ આપવામાં આવીયો નથી. Appleએ કોઈ પણ વાતનો ખુલાસો કર્યો નથી કે, ચાર્જર સાથે ફોનની કિંમત શું હતી અને હેડસેટ વગરની કિંમત શું છે. કંપનીએ ચાર્જર બનાવાનું કેમ ઓછું કરી દીધું છે.

IOS અપડેટને લઈ લગાવી લગામ

બોક્સની સાથે ચાર્જર ન મળવા ઉપરાંત એજન્સીએ કંપનીને કેટલાક અન્ય મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા છે. IOS અપડેટના મુદ્દા પર, એજન્સીએ પૂછ્યું, “એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક યુઝર્સને આઇફોનને અપડેટ કર્યા બાદ ઘણા ફંકશનના વપરાશમાં સમસ્યા ઉભી થઈ છે, જેમાં Appleએ કોઈ મદદ કરી ન હતી. Appleને સમજવાની જરૂર છે કે બ્રાઝિલમાં કડક ગ્રાહક સુરક્ષા કાયદા અને સંસ્થાઓ છે. જેને Appleએ માન આપવું પડશે.”

Apple ચાર્જર ન આપવાનું કારણ જણાવ્યું

Apple ગયા વર્ષે ઓક્ટોબરમાં આઇફોન 12 સીરીઝને લોન્ચ કર્યું હતું. કંપનીએ વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, તે બોક્સ સાથે ચાર્જર આપશે નહીં. જો કે, કંપનીએ તેની પાછળનું એક મહત્વનું કારણ પણ જણાવ્યું છે. Appleએ કહ્યું કે ચાર્જર ન આપીને, કંપની ઇ-વેસ્ટ (ઇલેક્ટ્રોનિક વેસ્ટ)ની સમસ્યા ઓછી કરી રહી છે, જેનાથી પર્યાવરણને ફાયદો થશે. Apple બાદ સેમસંગે પણ આ રણનીતિ અપનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.