• પ્રદ્યુમનનગર અને ગાંધીગ્રામ પોલીસના લોનમેળામાં 250 અરજદારો સહાય માટે પહોંચ્યા
  • લોનની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું : વ્યાજખોરોથી દૂર રહેવા પોલીસનો અનુરોધ

વ્યાજંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે ફક્ત વ્યાજખોરોને ડામવાની જ નહિ પણ સાથોસાથ વ્યાજના ચકરડામાં ફસાઈ આપઘાત સુધીના પગલાં ભરતા લોકોને મોતના મુખમાં ધકેલાતા અટકાવવા સરળતાથી લોન મળી રહે તેવા સમાધાન આપવાની જરૂર હોય ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ફરી એકવાર પોલીસ સ્ટેશન વાઈઝ લોન મેળાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે શહેરના પ્રદ્યુમનનગર પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 જેટલાં અરજદારો સહાય માટે ઉમટ્યા હતા.

રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે વિવિધ બેંકોના સહયોગથી જનતાને વ્યાજખોરોના ત્રાસથી બચાવવાના હેતુસર લોન મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (આર.ડી.સી.)ના ડેપ્યુટી મેનેજર સી. જી. કાલરીયા, એક્ઝીસ બેંકના દિવ્યેશભાઈ બુશા તથા આઇ.સી.આઇ.સી. બેંકના આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અભિરાજસિંહ જાડેજા દ્વારા સરકારી યોજના અંતર્ગત લોન મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લોન મેળામાં આશરે 130 જેટલા લોકોએ ભાગ લીધેલો હતો. જરૂરિયાતમંદ લોકોએ લોન માટેના ફોર્મ પણ ભરેલા હતા. ઉલ્લેખનીય છે કે આ તકે પોલીસ અધિકારીઓએ લોકોને વ્યાજખોરોથી દૂર રહેવા તથા લોકો વ્યાજખોરીનો ભોગ બનેલા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરવા તેમજ લોનની જરૂરિયાત હોય તો નજીકની બેંકનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો, તેમ પ્રદ્યુમનનગર પોલીસ મથકની યાદીમાં જણાવાયું છે.

જ્યાં બીજી બાજુ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ. બી ટી અકબરીના માર્ગદર્શનમાં બ્રહ્મસમાજની વાડીમાં યોજાયેલ લોન મેળામાં અંદાજિત 120 જેટલાં અરજદારો સહાય માટે ઉમટ્યા હતા. જે લોન મેળામાં 24 લાભાર્થીઓએ લોન માટે અરજી કરી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રીક્ષા માટે રૂ. 1 લાખની અપાતી લોનનો લાભ લેવા 11 અરજદારોએ અરજી કરી હતી. જયારે મનપા દ્વારા આપવામાં આવતી નાની-નાની સહાય માટે પણ અનેક અરજદારોએ અરજી કરી હતી. ઉપરાંત લોન મેળવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.લોન મેળામાં ગાંધીગ્રામ પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઈ એસ એલ ગોહિલ, પીએસઆઈ બી એચ પરમાર હાજર રહ્યા હતા. ઉપરાંત એકસીસ બેંક, યુનિયન બેંક, યશ બેંકના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • થોરાળા અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખાના ઉપક્રમે બી ડિવિઝન અને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ માટે વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પીઆઈ એસ એમ જાડેજા દ્વારા શહેરના નાના ધંધાર્થીઓ સરળતાથી લોન લઇ અહકે તે માટે કેમ્પના મહત્વ અંગે સમજણ પુરી પાડવામાં આવી હતી. મનપાના પ્રોજેક્ટ ઓફિસર કે ડી વાઢેર દ્વારા શહેરી ગરીબોને પ્રોજેક્ટ શાખા હસ્તકની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રૂ. 2 લાખ સુધીની વ્યક્તિગત લોન તથા રૂ. 10 લાખ સુધીની જૂથ લોન તેમજ પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતી તબક્કાવાર લોન અંગે વિગતો આપવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.