- જન્મ મરણના દાખલા માટે આવતા લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર: પુરતો સ્ટાફ ન હોવાથી બે કિટથી જ ચાલતી કામગીરી
- વધારાના સ્ટાફની માંગણી ઘણાં સમયથી કરાય છે છતાં પદાધિકારીઓ-અધિકારીઓ નિંભર
કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ અને આધાર કાર્ડ વિભાગમાં સૌથી વધુ અરજદારો આવતા હોય છે. આધાર કાર્ડની કામગીરી હવે વોર્ડવાઈઝ કરવાની જાહેરાત કરાય છે.બીજું તરફ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા જન્મ-મરણ વિભાગ શાખામાં અરજદારોની મોટી લાઈનો હવે જાણે રોજીંદી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જન્મ મરણના દાખલા કઢાવવા માટે આવતા અરજદારો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે. જેનું મૂખ્ય કારણ એ છે કે,જન્મ-મરણ વિભાગમાં સ્ટાફની તંગી છે. અપુરતા સ્ટાફના કારણે બે કિટથી કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે અરજદારોની પરેશાન ઘટવાનું નામ લેતી નથી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ કાર્યવાહી ન થતાં કતારો ઘટતી નથી.
કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીમાં જન્મ-મરણ વિભાગ શાખા કાર્યરત છે. જન્મ મરણના દાખલા માટે અરજદારોની રોજ ભારે ભીડ રહે છે. આધારકાર્ડ માટે જન્મનો પુરો દાખલો આપવાનો નિયમ ફરજિયાત બનાવતામાં આવતા ભીડ વધી છે. ત્રણેય ઝોન કચેરીમાં ચાર ચાર કીટ ફાળવવામાં આવી છે.કોન્ટ્રાક્ટ બેઈઝ સ્ટાફ રાખવામાં આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી ત્રણેય ઝોન કચેરીએ લોકોની લાંબી લાઈનો લાગે છે. સવારથી અરજદારો લાઈનમાં ઉભા રહી જાય છે.કચેરી બંધ થવાના સમયે પણ લાઈનો યથાવત જોવા મળે છે.સેન્ટ્રલ ઝોન કચેરીમાં જન્મ-મરણ શાખાને કામગીરી માટે ચાર કિટ ફાળવવામાં આવી છે. જોકે હાલ અપુરતા સ્ટાફના કારણે બે કિટ ઉપર જ કામ રહ્યું છે. સ્ટાફની માંગણી કરવામાં આવી છે. અધિકારીઓ અને પદાધિકારીઓ આ માંગણીને ધ્યાને લેતા નથી. છેલ્લા દશેક દિવસથી અરજદારો લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબુર બની રહ્યા છે. જન્મ-મરણ વિભાગમાં બારેય માસ અરજદારોની લાઈનો લાગે છે. સોમવાર અને બુધવારના રોજ વધુ અરજદારો આવતા હોય છે. જેના કારણે વધારાની કીટો ફાળવવી જોઈએ તેવી અગાઉ માંગ ઉઠી હતી. રૂટીન કામગીરી માટે પણ સ્ટાફના પૂરો પડતો નથી .શાસકો દ્વારા જે રીતે આધાર કાર્ડની કામગીરી વોર્ડવાઈઝ કરવાની જાહેરાત કરી છે.તે રીતે જન્મ-મરણ વિભાગ માટે પણ કોઈ નક્કર નિર્ણય લેવાની જરૂરિયાત છે. સ્ટાફની ઘટ ઝડપથી પૂરી કરવામાં આવે તો સમસ્યા આપોઆપ હલ થઈ જાય તેમ છે.
બીજી તરફ જન્મ-મરણ વિભાગમાં અવાર નવાર સર્વર ડાઉનથવાની ઘટના તેમજ કનેક્ટીવીટી લો થઈ જવાની ઘટનાઓ બને છે.જન્મ-મરણ વિભાગમાં આગામી દિવસોમાં કીટ પ્રમાણેનો પુરતો સ્ટાફ ફાળવવામાં આવે તો પણ કનેક્ટીવીટી અને સર્વર ડાઉન થવાનો ડખ્ખો તો કાયમી ઉભો જ રહેશે.