Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ.એ પણ ફાયર એન.ઓ.સી.ને લઈ પરિપત્ર બહાર પાડયો: આવતી કાલ સુધીમાં તમામ કોલેજોએ એન.ઓ.સી. મેળવી લેવા શિક્ષણ વિભાગનો આદેશ

એનઓસી માટે પુછપરછ શરૂ પરંતુ એક પણ અરજી ઈન્વર્ડ ન કરાઈ

શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસીસમાં અપુરતી ફાયર સેફટીની સુવિધાના કારણે આગ લાગવાના બનાવો બને છે. જેના કારણે કેટલાક પરિવારોના વ્હાલસોયા બાળકો ચિરનિંદ્રામાં પોઢી જાય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શાળા-કોલેજ અને ટ્યુશન કલાસીસમાં ફરજિયાત ફાયર સેફટીનો કાયદો અમલમાં મુક્યો છે. હાલ કોરોનાના કારણે શાળાઓ બંધ છે. છતાં ફાયર સેફટીનું એનઓસી મેળવવા માટે કોર્પોરેશનમાં પુછપરછ શરૂ થઈ ગઈ છે. જે શાળા-કોલેજ કે ટ્યુશન કલોસીસ પાસે તમામ સાધનો ઉપલબ્ધ હશે તેની જ અરજીઓ સ્વીકારવામાં આવશે. કેટલીક અરજીઓ આવી છે પરંતુ કેટલાક સાધનો ઓછા હોવાથી આ અરજી ઈન્વર્ડ કરવામાં આવી નથી.

સુરતમાં ગત વર્ષે ટ્યુશન કલાસીસમાં આગની ઘટનામાં કેટલાક માસુમ બાળકોના મોત નિપજયા હતા. તાજેતરમાં પણ શાળા-કોલેજોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે કે, શાળા કોલેજમાં હવે ફરજિયાત ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી ફાયર સેફટીનું એનઓસી મેળવવું પડશે. રાજકોટમાં કેટલીક શાળા-કોલેજો અને ટ્યુશન કલાસીસ માટે ફાયર સેફટીના એનઓસી માટે અરજી કરવામાં આવી છે અને પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શાળા-કોલેજ કે ટ્યુશન કલાસીસ પાસે  ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ હશે તેને જ એનઓસી આપવાની અરજી સ્વીકારવામાં આવશે. ઓછા સાધનો ધરાવતી એકપણ શૈક્ષણિક સંસ્થાને ફાયરનું એનઓસી આપવામાં આવશે નહીં. હાલ કેટલીક અરજીઓ આવી છે ચોક્કસ પરંતુ તેને ઈનવર્ડ કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં મહાપાલિકાની બેદરકારીના કારણે ફાયર બ્રિગેડના એનઓસીના નિયમ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હાઈરાઈઝ બિલ્ડીંગમાં પણ અગ્ની શામક સાધન ઉપલબ્ધ નથી અને જ્યાં છે ત્યાં ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી નથી. એક પણ શાળા-કોલેજ કે કલાસીસ પાસે પુરતા ફાયર સાધનો ઉપલબ્ધ નથી.

આટલું જ નહીં તાજેતરમાં દિવાળીના તહેવારોમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા વેપારી પાસે જ ફાયર બ્રિગેડ સાધનોની અરજી કરવામાં આવી છે જે સાબીત કરે છે કે ફાયરબ્રિગેડમાં કેટલું લોલંમલોલ ચાલે છે તે સાબીત કરે છે. આગ લાગવાની મોટી ઘટના બને અને સરકાર નિયમ ઘડે ત્યારે તેની કાગળ પર ચૂસ્ત અમલવારી કરવા માટે ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો બે ચાર દિવસ ચેકિંગના નાટક કરતા હોય છે ત્યારબાદ પરિસ્થિતિ ફરી જૈસે થે થઈ જાય છે. પરિણામે શહેરના તમામ હાઈરાઈઝ બિલ્ડીંગ, હોટલ, મોલ, શાળા-કોલેજ કે ટ્યુશન કલાસીસમાં જો આગ લાગવાની ઘટના બને તો કેટલા લોકો તેમાં હોમાય તેવું કહેવું મુશ્કેલ બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.