લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝીકલ એજયુ.ની જનરલ બોડીમાં ડો.અર્જુનસિંહ રાણાની નિમણુંક

રાજયની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાની ઉત્કૃષ્ઠ કામગીરીને ધ્યાને લઇ લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફીમીકલ એજયુકેશનની જનરલ બોર્ડીમાં નિમણૂંક કરવામાં આવી છે. ભારતની આગવીઅને વિશ્વ સ્તરે શારીરિક શિક્ષણમાં આગવું નામ ધરાવતી લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટઓફ ફીઝીકલ એજ્યુકેશનની જનરલ બોડીની રચના ગત તા. 31 માર્ચના રોજ ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા કેન્દ્રીય રમતગમત મંત્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાની આ જનરલ બોડીમાં નિયુક્તિ કરવામાં આવી છે, ભારત ભરમાંથી એક માત્ર સ્ટેટ યુનિવર્સીટી ના કુલપતિ ડો.અર્જુન સિંહ રાણાની નિયુક્તિ આ જનરલ બોડીમાં થયેલ છે. ગુજરાત રાજ્યના રમતગમત અને શારીરિક શિક્ષણના વિદ્વાનોએ આ નિયુક્તિ વિષે જાણી હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘદર્ષ્ટિથી સ્થપાયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ગત 1 થી 2 વર્ષની આગવી પ્રગતિ અને નોંધનીય લીડરશીપને કારણે યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુન સિંહ રાણાની નિયુક્તિ લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીકલ એજ્યુકેશનની જનરલ બોડીમાં કરવામાં આવી.

ગુજરાત સરકાર દ્વારા ડો.રાણાની કુલપતિ તરીકે વરણી ઓગસ્ટ-2019માં કરવામાં આવેલ ત્યારબાદ ડો.રાણા દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં ઘણા જ વિવિધ આયામો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. કુલપતિ ડો અર્જુનસિંહ રાણાના માર્ગદર્શનહેઠળ જેમ ગુજરાતની આગવી સ્પોર્ટ્સ યુનિવર્સિટી સફળતાના શિખરો સર કરે છે તે મુજબ હવે રાષ્ટ્રની આગવી ફિઝીકલ એજ્યુકેશનમાં ઓળખ ધરાવતી લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીકલ એજ્યુકેશનને પણ માર્ગદર્શનપૂરું પાડી તેને પણ સફળતાના નવા આયામો સર કરવાનો મોકો મળી રહેશે. લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીકલ એજ્યુકેશનની જનરલ બોડીનું કેન્દ્રીય રમતગમત મંત્રીના અધ્યક્ષ સ્થાને ગઠન કરવામાં આવેલ છે, જનરલ બોડીના અન્ય સભ્યઓમાં સચિવ(રમતગમત), કેન્દ્રીય રમતગમત મંત્રાલય, મહાનિર્દેશક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સંયુક્ત સચિવ, રાજ્ય રમતગમત મંત્રાલય, નાણાંકીય સલાહકાર, કેન્દ્રીય રમતગમત મંત્રાલય, સચિવ, યુનવર્સીટી ગ્રંસ્ટ્સ કમિશન, અધ્યક્ષ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, સચિવ, રાજ્ય શાળાકીય શિક્ષણ વિભાગ, સચિવ, રાજ્ય રમતગમત રાજ્ય વિભાગ રજિસ્ટ્રાર, લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન નો સમાવેશ કરવામાં આવ્યો છે.આ જનરલ બોડી લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન ખાતે વિવિધ નવા સાહસો માટે માર્ગર્શન આપશે, નવા આભ્યાસક્રમ માટે માર્દર્શન આપશે.