Abtak Media Google News

પ્રભારીઓ સ્થાનિક  સંગઠન સાથે  સંકલન કરી ઉમેદવારો પસંદ કરશે

ગુજરાતમાં આગામી દિવસોમાં  જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,  નગરપાલિકાની  સામાન્ય ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં  મળેલી  કારમી હારમાંથી કોંગ્રેસ હવે ધીમેધીમે  બેઠી થઈ રહી હોયતેવુંલાગી રહ્યું છે.  કોંગ્રેસના  પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણી માટે પ્રભારીઓની   નિમણુંક કરવામાં આવી છે.જે ઉમેદવારોની પસંદગી  સહિતની કામગીરી કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  જગદીશ ઠાકોરે  જણાવ્યું હતું કે  આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 71 નગરપાલિકાની ચૂંટણીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે.

ખેડા જીલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીક  ભીખાભાઈ રબારી,   નટવરસિંહ મહીડા,  ચંદ્રીકાબેન બારીયા, બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ કુ. અલ્કાબેન ક્ષત્રીય, મુકેશભાભઈ ચૌધરી,   ભરતજી ઠાકોર,  ગાંધીનગર તાલુકા પંચાયતના ઇન્ચાર્જ  દીપસિંહ ખાંટ,  નીખીલ રણછોડભાઈ દેસાઈ, કઠલાલ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ  ધનાભાઇ દેસાઈ (ઓઢવ), કપડવંજ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ  જગતસિંહ ચૌહાણ  સહીત 71 નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રભારીઓની નિમણુંક  કરવામાં આવેલ છે.

નિમણુંક પામેલ પ્રભારીઓ સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ઉમેદવારની ચયન પ્રક્રિયા હાથ ધરશે. તથા નગરપાલિકાઓમાં દરેક ફ્રન્ટલ, સેલ, ડીપાર્ટમેંટ તથા સ્થાનિક સંગઠન સાથે મળી પ્રભારી હાથ સે હાથ જોડો પદયાત્રાનું સંકલન પણ હાથ ધરશે.

પ્રભારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડનું સંગઠન, સેકટરનું સંગઠન અને પોલીંગ સ્ટેશન સમિતિ તથા યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., સેવાદળ અને સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ચૂંટણીનું બુથ મેનેજમેન્ટ અને આવનારા પક્ષના કાર્યક્રમો તથા હાથ સે હાથ જોડો પદયાત્રાનું સંકલન હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.