રાજ્ય સરકારના મંત્રીઓના અંગત સ્ટાફની નિમણુંક, જાણો કોને સોંપાઈ કઈ ફરજ  

અબતક, ગાંધીનગર

રાજ્ય સરકારના મંત્રીઓના અંગત સ્ટાફની નિમણુકો કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશ તરીકે 59 અધિકારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે.

રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ તરીકે નિસર્ગ જોશી,અધિક અંગત સચિવ બી.એસ.મિસ્ત્રી, જીતુભાઈ વાઘાણીના અંગત સચિવ તરીકે એમ.ડી. પ્રજાપતિ, અધિક અંગત સચિવ એન.એમ.પંડ્યા અને અંગત મદદનીશ વિજયભાઈ ચોટલીયા, ઋષિકેશભાઈ પટેલના અંગત સચિવ તરીકે રોનક મહેતા, અધિક અંગત સચિવ સુબોધ જોશી અને અંગત મદદનીશ હાર્દિક પટેલ, પુર્ણશ મોદીના અંગત સચિવ તરીકે આઈ.ડી. ચૌધરી, અધિક અંગત સચિવ પાર્થિક પટેલ અને અંગત મદદનીશ સેજલબેન મોઢ, રાઘવજીભાઈ પટેલના અંગત સચિવ તરીકે કિશોરસિંહ રાઠવા, અધિક અંગત સચિવ ડી.વી. પરમાર, કનુભાઈ દેસાઈના અંગત સચિવ તરીકે કે.કે. પટેલ, કિરીટસિંહ રાણાના અંગત સચિવ દિવ્યાંગ પટેલ, નરેશભાઈ પટેલના અંગત સચિવ તરીકે કે.આર.ભટ્ટ.

અધિક અંગત સચિવ અજયસિંહ ઝાલા,અંગત મદદનીશ દિગ્વિજય જોગીયા, પ્રદીપસિંહ પરમારના અંગત સચિવ તરીકે ડી.કે.જોશી, અધિક અંગત સચિવ એ.પી. મકવાણા, અંગત મદદનીશ અર્જુનસિંહ ચૌહાણના અંગત સચિવ તરીકે અજય પટેલ, અધિક અંગત સચિવ જે.એ.ગામીત, અંગત મદદનીશ અંકિત પટેલ, હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે જે.એમ.મિશણ, અધિક અંગત સચિવ વિજય રબારી,અંગત મદદનીશ જગદીશ વિશ્વકર્માના અંગત સચિવ તરીકે હિતેશ પટેલ, અધિક અંગત સચિવ આર.આર.પંડ્યા, અંગત મદદનીશ જયેશ પંચાલ, બ્રિજેશ મેરજાના અંગત સચિવ તરીકે વી.કે. મહેતા.

અધિક અંગત સચિવ કે.જે.શાહ, અંગત મદદનીશ જીતુંભાઈ ચૌધરીના અંગત સચિવ તરીકે એલ.આર.ડામોર,અધિક અંગત સચિવ એન.એન. ચાવડા, અંગત મદદનીશ હિરેન પટેલ, મનીષાબેન વકીલના અંગત સચિવ તરીકે પુષ્પાબેન નિનામા,અધિક અંગત સચિવ કે.બી. હિંડોચા, અંગત મદદનીશ ભવ્ય મહેતા, મુકેશભાઈ પટેલના અંગત સચિવ તરીકે એચ.સી. પટેલ,અધિક અંગત સચિવ જી.બી. ઝાલા,

અંગત મદદનીશ આર.સી. પટેલ, નિમિશાબેન સુથારના અંગત સચિવ તરીકે સી.ટી. નિમાવત, અધિક અંગત સચિવ મનીષાબેન પટેલ, અંગત મદદનીશ અરવિંદસિંહ વાઘેલા, અરવિંદ રૈયાણીના અંગત સચિવ તરીકે એમ.ડી. શાહ, અધિક અંગત સચિવ કૌશિક મોદી,અંગત મદદનીશ રજનીકાંત માણીયા, કુબેરભાઈ ડીંડોરાના અંગત સચિવ તરીકે એન.વી.નીરસતા, અધિક અંગત સચિવ કમલેશ મકવાણા, અંગત મદદનીશ કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલાના અંગત સચિવ તરીકે બી.એમ. પ્રજાપતિ, અધિક અંગત સચિવ એસ.જે. પરમાર, અંગત મદદનીશ ગજેન્દ્રસિંહ પરમારના અંગત સચિવ તરીકે ડી.એલ. પરમાર, અધિક અંગત સચિવ બી.આર. સગર, આર.સી. મકવાણાના અંગત સચિવ તરીકે એન.એ. વાઘેલા, અધિક અંગત સચિવ આર.કે. ઓઝા, વિનોદભાઈ મોરડીયાના અંગત સચિવ તરીકે સી.વી. ગણાત્રા, અધિક અંગત સચિવ આર.એ. પ્રજાપતિ, દેવાભાઈ માલમના અંગત સચિવ તરીકે એ.એન. બીહોલા, અધિક અંગત સચિવ ડી.એન. ગામીત અને અંગત મદદનીશ આશિષ મિત્રાની નિમણુંક કરવામાં આવી છે.