Abtak Media Google News

દેશના ચૂંટણી પંચના નવા અધ્યક્ષ તરીકે કોની વરણી થશે? તેની ચર્ચા અને ઉત્તેજના પર અંતે પૂર્ણવિરામ મૂકાઇ ગયું હોય તેમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા દેશના  ચૂંટણી પંચના નવા અધ્યક્ષ તરીકે રાજીવકુમાર શુક્લના નામની જાહેરાત કરી હતી

કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી આ માહિતી આપી હતી કે રાજીવકુમાર શુકલ ને ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યું છે રાજીવકુમાર તેમના પુરોગામી સુશીલકુમાર ચન્દરા ની જગ્યા લેશે સુશીલ કુમાર ચંદ્રા ની આગેવાનીમાં આ વર્ષે જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

કાયદામંત્રી એ ટ્વીટ કર્યું હતું કે બંધારણ ની કલમ 324 ના ખંડ 2 અન્વયે રાષ્ટ્રપતિ એ રાજીવ કુમાર શુક્લ ને ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી રાજીવ કુમાર 15 મેં 22 થી પોતા નો કાર્યભાર સંભાળી લેશે કાયદા મંત્રી કિરણ રિજ્જુ એ રાજીવકુમાર ને આ નવી જવાબદારી અંગે શુભકામના પાઠવી હતી

રાજીવકુમાર 1 સપ્ટેમ્બર20થી ચૂંટણી પંચમાં સામેલ થયા હતા ચૂંટણી પંચમાં કાર્યભાર સંભાળ્યા પહેલા તે પી એસ બી ના અધ્યક્ષ હતા એપ્રિલ 20માં તેમણે પી એસ બી ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો રાજીવકુમાર 1984ના ઝારખંડ કેડર ના સેવા નિવૃત્ત આઈએએસઅધિકારી તરીકે આગવી ઓળખ ધરાવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ તેમને 2020 ઓગસ્ટ માં ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી

નવનિયુક્ત રાજીવકુમાર શુક્લ અને રિઝર્વ બેંક SBI નાબાર્ડ ના બોડ માં કામ કરવાનું ખૂબ મોટો અનુભવ છે તે આર્થિક ગુપ્તચર એજન્સી  ના સભ્ય નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ ના સદસ્ય તરીકેની સેવા આપી ચૂક્યા છે આ ઉપરાંત તે બેંક બોર્ડ ના સદસ્ય પણ હતા તેમણે આર્થિક રીતે સેવા પ્રદાન અનેક સંસ્થાનો બોર્ડમાં અને સમિતિઓમાં સેવા આપીને ખૂબ જ અનુભવ મેળવ્યો છે.

રાજીવકુમાર સામાજિક પર્યાવરણ અને વન માનવ સંસાધન વેપાર બેન્કિંગમાં અલગ અલગ કેન્દ્રીય અને રાજ્ય મંત્રાલયમાં કામ કરવાનો 36 વર્ષનો અનુભવ ધરાવે છે હવે રાજીવ શુકલ દેશના ચૂંટણી પંચ ના સંચાલનમાં તેમનો અનુભવ કામ લગાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.