Abtak Media Google News

મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં તથા સહારા બેન મકવાણાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા ખાતે મહિલા કોંગ્રેસ પાંખમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં સર્વાનુમતે બધાના હોદાની નિમણૂક કરવામાં આવેલ છે જે નિમણૂકને કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા વધાવવામાં આવેલી છે આ સમગ્ર કાર્યક્રમમાં લોકલાડીલા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા સહારા બેન મકવાણા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ  છાયાબેન આર કુવા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ યાસીનભાઈ ગજન તથા એભાભાઈ કરમુર તથા કાંતિભાઈ નકુમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ખંભાળિયા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે વારંગીયા વનીતાબેન દીપકભાઈ,તાલુકા મહામંત્રી બ્લોચ નજમાબેન કાસમભાઈ, જિલ્લા મહામંત્રી તરીકે રુપારેલીયા ફાલ્ગુની બેન નગીનભાઈ, જિલ્લા સંગઠન મંત્રી તરીકે બાનવા ખેરૂનબેન રફીકશા,  દેવભૂમિ દ્વારકા જિલ્લા મંત્રી તરીકે ડાઇબેન પાલાભાઈ ઢચા, દેવભૂમિ દ્વારકા જિલ્લા મંત્રી તરીકે પિંગળ મંજુબેન કારાભાઇ, દેવભૂમિ દ્વારકા જીલ્લા મહામંત્રી તરીકે દરજાદા જીનતબેન અનવરભાઈ,  દેવભૂમિ દ્વારકા જિલ્લા મહામંત્રી તરીકે કિત્તા કાજલબેન રોહિતભાઇ, દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે નકુમ હર્ષિદાબેન હિતેશભાઈ દેવભૂમિ, દેવભૂમિ દ્વારકા જિલ્લા સંગઠન મંત્રી તરીકે કિત્તા વિમળાબેન વિનોદરાય, ની નિમણૂક કરવામાં આવેલ હતી અને આગામી ચૂંટણી ને અનુલક્ષીને દરેક મહિલા કોંગ્રેસ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપેલ તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે દરેક મહિલા કાર્યકરો ને પક્ષ ની નીતિ રીતિ ને પ્રતિબદ્ધ રહેવા અનુરોધ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.