કલાની કદર: દ્વારકાના ચિત્રકારનું સન્માન

કલા એ કોઈની દાસી નથી કે નથી તેને પૈસાથી ખરીદી શકાતી, કે નથી પદથી પ્રાપ્ત કરી શકાતી.  સુગંધને જેમ બાંધી શકાતી નથી એ જ રીતે કલાને પણ બંધનો અવરોધી શકતા નથી લોકડાઉન અને કોરોના મહામારી ને કારણે ગત માર્ચ મહિનાથી કલાવિષયક કાર્યક્રમો પણ યોજાયા નથી પરંતુ ઈન્દોરની સંસ્થા દ્વારા ઓનલાઇન ઇન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશન યોજી અનોખી  વિશ્ર્વ વિક્રમ  સર્જવામાં  આવ્યો છે. ઓનલાઇન એક્ઝિબિશનમાં ૨૧ દેશોના કુલ ૧૦૦૮ ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થયા હતા. જેમાં દેવભૂમિ દ્વારકાના ખ્યાતનામ ચિત્રકાર જેમના ચિત્રો  દેશની સીમાઓ વટાવી ચૂક્યા છે એવા સામત બેલાના ચિત્રો પણ પસંદગી પામ્યા હતા,  આ એક્ઝિબિશનમાં પોતાની કૃતિ રજૂ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેવભૂમિ દ્વારકાનું ગૌરવશાળી પ્રતિનિધિત્વ કર્યું હતું  યુ.કે.ની  પ્રતિષ્ઠિત સંસ્થા એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ  આ એક્ટીવેશનને આપવામાં આવ્યો હતો.