Abtak Media Google News

કચ્છ એટલે ગુજરાતનું એવું સંસ્કૃતિક સ્થળ કે જે કલા કૌશલ્ય ક્ષેત્રે વિશિષ્ઠ સ્થાન ધરાવે છે ત્યારે આ સંસ્કૃતિને જોવાનો લહાવો લેવા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું વહીવટી તંત્ર દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp Image 2023 02 18 At 15.14.07

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે પધાર્યા છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો ખાતે પહોંચ્યા હતા. જ્યાં ધોરડો હેલિપેડ ખાતે ઉપરાષ્ટ્રપતિ તેમજ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુ સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

Whatsapp Image 2023 02 18 At 15.14.08

આ વેળાએ રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, ટી.સી.જી.એલ. ના એમ.ડી.  આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS  સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જી.કે. રાઠોડ, ધોરડો સરપંચ મિયાં હુસેન સહિતના અગ્રણીઓએ ઉપરાષ્ટ્રપતને ધોરડો ખાતે મીઠો આવકાર આપ્યો હતો. ધોરડો ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટેન્ટ સિટી ખાતે બીએસસેફ બટાલિયન ૩ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Whatsapp Image 2023 02 18 At 15.14.08 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.