રોયલપાર્ક મોટા સંઘમાં તપસ્વી આત્માઓની અનુમોદના

  •  પૂ. મહાસતીજીઓ, ગોંડલ સંપ્રદાયના વિવિધ સંઘોના અગ્રણીઓ સહિત 550 થી વધારે ભાવિકો આપી હાજરી
  • વિણાબેન શેઠ પ્રેરિત સમુહ સાંજીના બૃહદ  મહિલા મંડળના બહેનોએ તપસ્વી આત્માઓની અભૂતપૂર્વ અનુમોદના કરી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ઼સા.ના શ્રીમુખેથી ચાર વર્ષ પહેલા દીક્ષાા અંગીકાર કરનારા ર0 વર્ષિય પૂજયશ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી, ત્રણ વર્ષ પહેલા દીક્ષાા અંગીકાર કરનારા પૂજયશ્રી પરમ નમસ્વીજી મહાસતીજી તેમજ પાંચ મહિના પહેલા દીક્ષાા અંગીકાર કરનારા ર3 વર્ષિય નૂતનદીક્ષાિત પૂજયશ્રી પરમ શુભમજી મહાસતીજી દેવગુરુ કૃપાએ નિર્વિધ્ને આવી કઠિન તપશ્ર્ચર્યા પરીપૂર્ણ કરી રહયા છે ત્યારે સહુ ભાવિકો અત્યંત અહોભાવથી એમના પારણા મહોત્સવમાં જોડાવામાં આતુર બનેલ હતા.

તપસ્વી આત્માઓની અનુમોદના લક્ષો રાજકોટ રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼શેઠ પૌષધશાળા – ઓમાનવાળા ઉપાશ્રય ખાતે શુક્રવાર તા. ર9/07/ર0રર ના રોજ વિણાબેન કેતનભાઈ શેઠ પિરવાર દ્વારા બૃહદ રાજકોટ મહિલા મંડળના બહેનો ની સમુહ સાંજીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ સમુહ સાંજીના કાર્યક્રમમાં રાજકોટમાં બિરાજમાન અનેક પૂ. મહાસતીજીઓ ઉપસ્થિત રહેલ હતા. પૂ. મહાસતીજીએ મંગલાચરણથી કાર્યક્રમમાં શુભારંભ કરાવેલ ત્યારબાદ વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઈ શેઠ જેઓ એ ઉપસ્થિત સહુનુ શબ્દોથી સ્વાગત અને ભક્તિ રજુ કરેલ. કોકીલ કંઠી સુચિત્રાબેન મહેતાએ સુંદર મજાના સાંજીના ભક્તિસભર સ્તવનો થી સહુને અનુમોદનામય અને આરાધનામય બનાવેલ.

આરતીબેન ખારાએ પણ ભક્તિરસ માં સુર પુરાવેલ. ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા એ ગોંડલ સંપ્રદાય વતિ તપસ્વી આત્માઓને વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટના વિવિધ સંઘોના અગ્રણીઓ બિપીનભાઈ પારેખ, ભરતભાઈ દોશી, જગદીપભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, જીમીભાઈ શાહ, સુશીલભાઈ ગોડા, પ્રતાપભાઈ વોરા વિ. ઉપસ્થિત રહી અનુમોદનામાં જોડાયેલ. કચ્છ બિરાજમાન પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ઼સા.એ સહુને કૃપાશીશ પાઠવેલ અને સાધુવત પાઠવેલ. રાજકોટના વિવિધ ઉપાશ્રયમાં બિરાજમાન સાધના ભવન ઉપાશ્રયેથી તપસ્વીરત્ના પૂજય વનિતાબાઈ મહાસતીજી પધારેલ, નેમિનાથ વિતરાગ ઉપાશ્રયેથી પૂ. રાજેમતીબાઈ મહાસતીજી પધારેલ, રેસકોર્ષપાર્ક ઉપાશ્રયેથી પૂ.રૂપાબાઈ અને પન્નાબાઈ મહાસતીજી પધારેલ અને શેઠ ઉપાશ્રયેથી સંઘાણી સંઘના પૂ. મહાસતીજીઓ પધારેલ તથા રોયલપાર્ક બિરાજમાન પૂ. વિમળાજી મહાસતીજી, પૂ. પદમાજી મહાસતીજી, પૂ. જિજ્ઞાજી મહાસતીજી વિ. પૂ. મહાસતીજીઓની પ્રેરક ઉપસ્થિતી હતી. આભારવિધિ વિરાંશીબેન રાકેશભાઈ ડેલીવાળાએ કરેલ તેમ વિણાબેન શેઠની યાદીમાં જણાવેલ છે.

રોયલ પાર્ક મોટા સંઘમાં તપસ્વી આત્માઓની અદભુત અનુમોદનાનો કાર્યક્રમ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટ ફોર્મ પર હજારો લોકોએ જીવંત નિહાળી અને ધન્યતા અનુભવી