ભગવાન જગન્નાથજીની 141મી જળયાત્રાને મંજૂરી પણ આ નિયમો સાથે… જાણો ક્યારે અને કઈ રીતે યોજાશે

અમદાવાદમાં પરંપરા અનુસાર વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે અંકુશ મુકાયો છે. આ વર્ષે પણ મર્યાદિત સખ્યાં સાથે આયોજન થનાર છે. હાલ જળયાત્રા માટે મજૂરી મળી ગઈ છે. જો કે રથયાત્રા પર હજુ સરકાર વિચારાધીન છે.

144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે. અને રથયાત્રા (rathyatra) પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. આ જળયાત્રા 108 કળશ સાથે નીકળે છે. પરંતુ આ વખતે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજાશે.

કઈ શરતો સાથે જળયાત્રા નીકળશે ?

108 કળશને બદલે માત્ર 5 કળશ હશે

જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે

50 લોકોની હાજરીમાં જળયાત્રા યોજાશે

મંદિરના જ સભ્યો જ જોડાઈ શકશે

સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે

શક્ય હોય તો ગજરાજને પણ સામેલ નહીં કરાય

જરૂર હશે તો માત્ર એક જ ગજરાજને રાખવામાં આવશે

ઉલ્લેખનીય છે કે 144મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને આજે મિટિંગ યોજાઈ હતી. 24 જૂનના દિવસે જળયાત્રા યોજાનાર છે. જેને લઈ મળેલી આજની બેઠકમાં આ નિર્ણયો લેવાયા છે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે.