Abtak Media Google News

કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૫૩૬.૫૧ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. ઉના તાલુકાના નાથેજ રૂા.૪.૮૧ લાખ, મેણ રૂા.૨૨.૪૦ લાખ, વરસીંગપુર રૂા.૩૮.૪૧ લાખ, નલીયા માંડવી રૂા.૨૪.૯૮ લાખ, ગીરગઢડા તાલુકાના કોદીયા રૂા.૩૭.૭૬ લાખ, કરેણી રૂા.૩૪.૨૬ લાખ, મોતીસર રૂા.૩૩.૯૯ લાખ, ઉંબરી રૂા.૩૨.૩૬ લાખ, થોરડી રૂા.૧૭.૩૩ લાખ, જૂના ઉગલા રૂા.૪૫.૧૧ લાખ, કોડીનાર તાલુકાના છાછર રૂા.૪૧.૦૪ લાખ, બાવાના પીપળવા રૂા.૧૪.૦૮ લાખ, સિંધાજ રૂા.૨૮.૭૯ લાખ, તાલાળા તાલુકાના જાવંત્રી રૂા.૪૯.૯૬ લાખ, વડાળા રૂા.૩૩.૭૪ લાખ, પીપળવા રૂા.૩૫.૫૪અ લાખ, વેરાવળ તાલુકાના માથાસુરીયા રૂા.૩૧.૭૧ લાખ, આદ્રી રૂા.૧૦.૨૪ લાખના ખર્ચે પાણી પુરૂ પાડવા માટે વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

તેમજ ૩૪૪૯ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે. આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, પા.પૂ. કાર્યપાલક ઇજનેર એન.એચ. રાઠોડ, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા,  ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા, સોશ્યલ મેનેજર રામભાઇ ખાંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.