Abtak Media Google News

આધાર પુરાવા વગર વાહનોનો વહીવટ કરનાર સામે થશે કાર્યવાહી

 

અસામાજીક પ્રવૃત્તિઓ માટે ગુનેગારો દ્વારા  વાહનોના દુરૂપયોગ સામે તંત્ર સજાગ થયું છે. અ ને સોમનાથમાં 18 ડીસે. 60 દિવસ માટે જાહેરનામું બહાર પાડી વાહનોની ે વેચ અને ભાડે આપનારા ઓ માટે રજીસ્ટરમાં વાહનની  ખરીદી કોની પાસે થીલીધુ કોને વેંચ્યું ભાડે આપનાર લેનાર વાહન નંબર, પ્રકાર ચેસીસ નંબર અને ફોટા સહિત પુરાવાની નોંધ કરવા જણાવાયું છે.

ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજયોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજીક તત્વો રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનો ખરીદી/લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જુના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના વિસ્તારમાં રજીસ્ટર્ડ ન થતા હોય તેવા વાહનો ભાડે આપનાર વેપારીઓ જયારે-જયારે આવા નવા/જુના વાહનોની લે વેચ કરે કે આવા વાહનો ભાડે આપે ત્યારે જે તે વ્યક્તિને આવું વાહન વેચાણ કરેલ હોય, આવુ વાહન ખરીદેલ હોય અથવા તો જે વ્યકિતને ભાડે આપેલ હોય તેવી વ્યકિત પાસેથી માહિતી આધાર પુરાવા તેમજ ઓળખ મેળવીને નીચેના નમુના પ્રમાણેના રજીસ્ટર્ડની નિભાવણી કરવાની રહેશે તેમજ જરૂરી જણાયે સક્ષમ અધિકારી માંગે ત્યારે તેઓને વિગતો પુરી પાડવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.