Abtak Media Google News

દરેક ગુજરાતીના મોઢા પર રમતું વાલીડું નામ એટલે એક્ટર મલ્હાર ઠાકર. છેલ્લા દિવસ મુવીથી લોક ચાહના મેળવનાર મલ્હારનો આજે જન્મ દિવસ છે. મલ્હારનો જન્મ 28 જૂન 1990ના દિવસે પાટણના સિદ્ધપુરમાં જન્મ થયો અને ઉછેર અમદાવાદમાં થયો હતો. આપણે મલ્હારની બોલીમાં પણ અમદાવાદી લહેકો જોવા મળે છે.

ભલે તેની પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 2015માં આવેલી ‘છેલ્લો દિવસ’ હોય. અને આ જ ફિલ્મથી તેને ઘર ઘરમાં ઓળખ મળી ગઇ હોય.અને તેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં એકાદ બે એપિસોડમાં પણ કામ કર્યું છે.

Screenshot 4 15
મલ્હાર ઠાકર પોતાના ફેશન લુકને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. તહેવારોમાં ફોર્મલ લુક, મલ્હારનો ધ કેઝ્યુઅ લુક ખૂબ જ કૂલ અને સિમ્પલ છે. સ્ટ્રાઈપ્ડ ટી-શર્ટ, ટ્રેક અને સાથે ટ્રેન્ડી સ્પેક્સ. આ લૂક એકદમ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી છે.

આ રીતે પડ્યું મલ્હાર નામ

મલ્હારનો જન્મ 28 જૂનના રોજ થયો હતો એટલે કે મોટાભાગે ચોમાસાની શરૂઆત થઇ જતી હોય છે. મલ્હાર જ્યારે તેના માતાના ગર્ભમાં હતો ત્યારે મલ્હારના માતાને દીકરીની ઇચ્છા હતી અને મલ્હારના પિતા દીકરાની કલ્પના કરતા હતા, તેમના ઘરે પ્રથમ સંતાનનું આગમન થતું હોવાથી તેઓ ખૂબ જ ખુશ હતા. પિતાએ નક્કી કર્યું હતું કે દીકરીનો જન્મ થશે તો મેઘા રાખીશું. આ નામ તેમની પત્ની ખૂબ ગમ્યું પરંતુ દીકરા માટે બે વિકલ્પ હતા. જો ચાલુ વરસાદે જન્મશે તો મેઘ રાખીશું અને પ્રસુતિ બાદ વરસાદ આવશે તો તેનું નામ મલ્હાર રાખીશું. આમ 28 જૂને તેમના ત્યાં દિકરાનો જન્મ થયો અને તેના જન્મ બાદ મેઘરાજાએ પણ પોતાની હાજરી નોંધાવી અને ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીને મળી ગયો મલ્હાર.

Screenshot 3 15

પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ કરતાં પહેલાં તેણે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ તેણે કર્યા છે. તેની ફિલ્મ ‘લવની ભવાઇ’ કોમર્શિયલ સફળતા મેળવી હતી તે 100 દિવસથી વધુ સમય સુધી થિએટર્સમાં ચાલી હતી. ત્યારબાદ મલ્હાર ઠાકરે ‘સાહેબ’, ‘શરતો લાગુ’, ‘પાસપોર્ટ’, ‘લવની ભવાઈ’ અને ‘ગોળકેરી’ ‘સોનું તને મારા પર ભરોસો છે કે નઈ’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.