અરવલ્લી: પોતાની સાડીથી પહેલા 3 વર્ષના પુત્રને ગળાફાંસો દીધો, પછી પોતે પણ જીવન ટૂંકાવ્યું

અરવલ્લી જિલ્લાના માલપુર ના સુરજપુરકંપાની સિમમાંથી પરણિતા અને પુત્ર ની લાશ મળી આવી છે.સુરજપુરાકંપાની પડતર જમીનમાં આવેલ ઝાડ સાથે નાનીબેન બામણિયા નામની મહિલાએ તેના ત્રણ વર્ષના પુત્ર સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું..મહિલા અણદાપૂર તેમના સાસરેથી વાંકાનેરા ખાતે તેના પિયર આવી હતી. ત્યારે સુરજપુરાકંપા ગામની સિમમાં આપઘાત કર્યાનું સામે આવ્યુ છે.મહત્વની બાબત એ છે કે મૃતક મહિલા ગર્ભવતી હતી. ગર્ભવતી મહિલાએ તેના ત્રણ વર્ષીય પુત્ર સાથે આપઘાત કર્યાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકો ના ટોળાં ઘટના સ્થળે ઉમટી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની ઊંડાણે વાત કરીએ તો મોડાસાના અણદાપૂરની નાનીબેન નામની પરિણીતા ગઈ કાલે બપોરે તેના ત્રણ વર્ષીય પુત્ર ભુરિયા સાથે તેના પિયર વાંકાનેરા જવા નીકળી હતી..મહિલાના પિયર જવાની વાત સાંભળી પતિ મહેન્દ્ર બામણિયા પણ તેની પત્નીના પિયારે ગયો હતો. પત્ની તેના પિહારે પહોંચી જ નહોતી અને મહિલાએ સુરજપુરાકંપા ગામની સિમમાં આવેલ ઝાડ સાથે પોતે જ પહેરેલી સાડી વડે પહેલા પુત્ર અને બાદ માં જાતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે..આ બનાવ ની જાણ વાંકાનેરા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચે માલપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ઘટના સ્થળે આવી પહોંચેલી માલપુર પોલીસે મૃતક મહિલા અને બાળક ઝાડ પરથી નીચે ઉતારી માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે..પોલીસે મહિલાના પતિ, સહિત મૃતક મહિલાના પિયરીયાઓ ના નિવેદન લઈ મહિલા એ કયા કારણોસર મોત ને વ્હાલું કર્યું તે જાણવાની દિશામાં પ્રયત્નો હાથધર્યા છે..સમગ્ર મામલે માલપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે..