અરબાઝ ખાને 2.75 કરોડ રૂપિયા હારવાની વાત કબૂલી

National
National

બોલિવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને કબૂલ્યું છે કે તેને કુખ્યાત સટ્ટેબાજ સોનૂ જાલાન સાથે સંબંધ છે અને બંને એક-બીજાને છેલ્લાં 5 વર્ષથી ઓળખે છે. અરબાઝે આ સાથે જ IPLમાં સોનૂની મદદથી સટ્ટાબાજી કરી હોવાની વાત માની લીધી છે. અરબાઝે કહ્યું કે IPL સટ્ટેબાજીમાં તે 2.8 કરોડ રૂપિયા હાર્યો હતો.

આઈપીએલ સટ્ટાબાજીમાં બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનું નામ સામે આવ્યા બાદ શનિવારે અરબાઝ સલમાન ખાનના બોડિગાર્ડ શેરા સાથે થાણે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ હવે અરબાઝનું નિવેદન નોંધીને સટ્ટાબાજીના રેકેટ સાથે તેમની લિંક વિશે તપાસ કરશે. પોલીસને ઇન્ટરનેશનલ બુકી સોનૂ જાલાનની સાથે અરબાઝની તસવીરો મળી હતી.

આપીએલમાં કરવામાં આવેલી સટ્ટાબાજીના મામલે થાણે પોલીસમાં અભિનેતા અને ડિરેક્ટર અરબાઝ ખાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 3 ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા સલમાન ખાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચના 3 અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી તે પહેલાં ઈન્સપેક્ટર પ્રદીપ શર્માએ એક અલગ રૂમમાં અરબાઝ ખાનની પૂછપરછ કરી હતી.