ગુજરાત કી હવા મેં ધંધા હૈ… આર્સેલર મીતલ ગુજરાતમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે!!

દેશમાં જાણીતા સ્ટીલ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મુલાકાત

આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિતલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે મુલાકત થઈ હતી. આર્સેલર મિતલ ગ્રુપના સીઈઓ દિલીપ ઉમા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં ખાસ ૫૦ હજાર કરોડથી વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે આવનારા સમયમાં ગુજરાત માટે લાભદાયક બની શકે છે. આર્સેલર મિતલ ગ્રુપના યુનિટમાં એક્સપન્સન રોકાણ વધારશે. ખાસ આગામી સમયમાં સોલાર, વિન્ડ, હાઇડ્રો પાવર માટે પણ રોકાણ કરશે. મિત્તલ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં કુલ ૧ લાખ કરોડનું રોકાણની તૈયારી દર્શાવી છે.

‘ગુજરાત કી હવામે ધંધા હૈ’ આ ઉક્તિ વારંવાર સાર્થક ઠરતી ધ્યાને આવતી હોય છે. વિદેશી રોકાણકારો માટે ગુજરાત હોટ ફેવરિટ છે. ત્યારે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં મોટું માથું ગણાતા લક્ષ્મી મિત્તલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એક બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં રોકાણ અંગે ચર્ચા થઈ હતી. જે બાદ મુખ્યમંત્રી દ્વારા આ અંગે સતાવાર પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી છે. જેમાં રૂ. ૧ લાખ કરોડના રોકાણની વાત મુકવામાં આવી છે.

જાણીતા સ્ટીલ ઉદ્યોગ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન લક્ષ્મી મિત્તલની આ મુલાકાત પછી સુરતના હજીરા પ્લાન્ટ પાસે આશરે ૫૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અને તો ભવિષ્યમાં કુલ ૧ લાખ કરોડ રૂપિયાના કુલ રોકાણની પણ ઉત્સુખતા દર્શાવી છે. આ રોકાણોમાં એનર્જી, હાઈડ્રોજન ગેસ ઉત્પાદન, વિન્ડ સહિતના સેક્ટરનો સમાવેશ થાય છે. જે ગુજરાતના આર્થિક મોડલમાં એક મોટું રોકાણ સમજી શકાય છે. જેની સામે મુખ્યમંત્રીએ પણ આવકાર આપ્યો હતો. સાથે રોકાણ માટે યોગ્ય સુવિધાની પણ હકારાત્મતા દર્શાવી હતી. આ સાથે આ મુલાકાતમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. અને આરોગ્ય ક્ષેત્રે કામગીરીની પ્રશંસા કરાઈ હતી