Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે કેમ્પસ નિર્માણના કામનું યું ખાતમુહૂર્ત: અંદાજીત રૂા.૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષે તૈયાર નાર કેમ્પસ સંપૂર્ણ ઈકોફ્રેન્ડલી હશે

કેમ્પસમાં ઉર્જાની બચત અને પ્રદુષણમાં ઘટાડો કરવાની પુરતી તકેદારી રખાઈ: કેમ્પસ નિર્માણમાં સાઈટ પર સ્થિત વૃક્ષને કોઈપણ પ્રકારનું નુકશાન નહીં થવા દેવાય: કેમ્પસમાં આવેલ મોટા ખાડાઓને લેકમાં રૂપાંતરીત કરાશે

રાજકોટના જાણીતા આર્કિટેકટ કમલેશ પારેખે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે અભૂતપૂર્વ ગ્રીન કેમ્પસ તૈયાર કર્યું છે. જે સંપૂર્ણ ઈકો ફ્રેન્ડલી છે. રૂા.૨૦૦ કરોડના ખર્ચે તૈયાર નાર આ કેમ્પસનું કામ આગામી ૨ વર્ષ સુધી ચાલવાનું છે. જેનું આજરોજ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. કેમ્પસની ખાસ વાત એ છે કે અહીં નિર્માણ પૂર્વે ઘણા બધા વૃક્ષો હતા જેને કોઈપણ પ્રકારનું નુકશાન થવા દેવામાં આવશે નહીં. ઉપરાંત કેમ્પસમાં અસંખ્ય ખાડાઓ હતા જેને લેકમાં રૂપાંતરીત કરવામાં આવનાર છે.

Admin 01

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આક્રિટેકટ કમલેશભાઈ પારેખે જણાવ્યું હતું કે સમગ્ર યુનિવર્સિટીનો પ્રોજેકટ ૨૭૯ એકરમાં થવા જઈ રહ્યો છે. જેનો અંદાજીત ખર્ચ ૨૦૦ થી ૨૫૦ કરોડનો થશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ તકે વિશેષ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર યુનિવર્સિટીનું નિર્માણ ત્રણ તબક્કામાં થશે. જેમાં કોન્ટ્રાકટર કે જેઓએ પ્રથમ ફેસનો ખર્ચ ૭૫.૫૬ કરોડ આંકવામાં આવ્યો છે. જે પહેલા ૮૭.૮૦ કરોડ રૂપિયાનો થાય તેવું માનવામાં આવતું હતું. સમગ્ર યુનિવર્સિટીનું નિર્માણ કૃણાલ સ્ટ્રકચર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. તબક્કામાં કુલ ૭ બિલ્ડીંગ તથા એક એમ ફી થીએટર બનાવવામાં આવશે. સાથો સાથ ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈ વાત કરવામાં આવે તો એન્ટ્રેન્સ ગેઈટ, યુનિવર્સિટીના આંતરીક રોડ કમ્પાઉન્ડ, વોટર સપ્લા માટે ઈએસઆર-જીએસઆર સંપ ડ્રેનેજ લાઈન તા ઈલેકટ્રીફીકેશનની કામગીરી હાથ ધરાશે. વધુમાં પ્રથમ તબક્કામાં એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ,કેમેસ્ટ્રી તથા ફોરેન્સીક સાયન્સ ડિપાર્ટમેન્ટ, લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, લેગ્વેંજ ડિપાર્ટમેન્ટ સોશ્યલ સાયન્સ ડિપાર્ટમેન્ટ તથા સેન્ટ્રલ લાઈબ્રેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર યુનિવર્સિટી ગ્રીન કેમ્પસ તરીકે નિર્માણ કરાશે. જેમાં વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનો પણ સમાવેશ કરાયો છે જે પાણીને શુદ્ધ કરી ફલસીંગ માટે ઉપયોગમાં લેવાશે. જ્યારે સોલાર પાવર જનરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આથી વીજ ઉત્પાદનમાં પણ ઘણો ખરો ફાયદો પહોંચશે. બીજા ફેસની કામગીરી કુલ ૨૫ એકરમાં કરવામાં આવશે. જેનો અંદાજે ખર્ચ ૭૦ કરોડ થશે. બીજા ફેસમાં યુનિવર્સિટીમાં કુલપતિનો બંગલો, રજીસ્ટ્રાર બંગ્લો સાથો સાથ પાંચ એકેડમીક બિલ્ડીંગ, કોસ્ટેલ બિલ્ડીંગ, ગેસ્ટ હાઉસ તથા એસટીપી પ્લાનનું આયોજન કરાયું છે. સાથો સાથ રેઈન વોપ્સ કાર્વેસ્ટીંગ તથા કવર્ડ પાર્કિંગની પણ સુવિધા ઊભી કરાશે. ત્યારે બીજી તરફ ત્રીજા ફેસની કામગીરી માટે હજુ સુધી કોઈ રીકવાયરમેન્ટ ન આવતા તે દિશામાં હાલ ચર્ચા-વિચારણા જ ચાલી રહી છે. ત્રીજા ફેસમાં લેક, સ્પોર્ટસ કમ્પાઉન્ડ સહિત બોટે નીકલ ગાર્ડન પણ ઉભું કરવામાં આવશે.

3S8A2242 E1574510217499

અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર બિલ્ડીંગ માટે જે મટીરીયલ ઉપયોગમાં લેવાશે તે સનિક અને નજીકના સ્થળોએથી લેવાશે. કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે. તેવું અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.