Abtak Media Google News

એક સામાન્ય ખ્યાલ મુજબ જ્યારે બે વિજાતીય વ્યક્તિ સાથે રહે છે ત્યારે માત્ર શારીરિક સંબંધ જ જવાબદાર નથી હોતા અને તેની સાથે પરિવારિક અને અનેક રેલેશન પણ હોય છે. જેના કારણે ઘરમાં કંકાશ એને ઘરેલુ હિંસા જેવા બનાવો સામે આવતા રહેતા હોય છે. પરંતુ જ્યારે વાત હોમોસેક્સુયલ સંબંધોની થાય છે ત્યારે લોકોની સામાન્ય વિચારસરણી મુજબ એવું હોય છે કે તેઓ માત્ર શારીરિક સંબંધોથી અને સ્ત્રી પુરુષની માનસિકતાથી જુદા તારી આવતા હોય છે અને તેવા કપલમાં કદાચ કોઈ બીજા માનમૂતવ કે અન્ય પરિવારિક ક્લેશ નહીં થતાં હોય. પરંતુ એક અભ્યાસમાં એવું ટર્ન બહાર આવ્યું છે કે સજાતીય સંબંધ ધરાવતા યુગલોમાં પણ ઘરેલુ હિંસા થતી જોવા મળી છે. તો આવો જોઈ કે શું તારણો આવ્યા છે આ ભ્યાસના….

Gaycoupleસ્ત્રી પુરુષના સંબંધમાં પુરુષ વધુ નિયમન અને પ્રભુત્વ ધરાવતો જોવા મળે છે જેમાં તે ક્યાંરેક સ્ત્રીને તેના વર્તન બાબતે તો ક્યારેક પરિવારની જવાબદારી પ્રત્યે હિસાત્મક વલણ દાખવતો જોવા મળે છે. જ્યારે સમલેંગિક સંબંધો જેમાં કા તો પુરુષના પુરુષ સાથેના અથવા તો સ્ત્રીના સ્ત્રી સાથેના સંબંધો હોય છે એમાં પણ આ પ્રકારનું વર્તન જોવા મળ્યું છે. જે જે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો ફરનાર હોય તે નબળા પાર્ટનર પર વધુ હાવી થાય છે. જેના કારણે ક્યારે નબળા સાથી ઘરેલુ હિંસાનો પણ ભોગ બને છે.

Untitled 1 76કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે ઓફિસ અને મિત્ર વર્તુળ સાથે થયેલા અણછાજતા વર્તનનો તણાવ સાથી સામે હિંસાત્મક સ્વરૂપે બહાર આવે છે જેના કારણે પણ ઘરેલુ હિંસાની ઘટના આકાર પામે છે.

હોમોસેક્સુયલ લોકો સામાન્ય લોકોમાં અલગતાવાદનો ભોગ બનતા હોય છે , અને તેમાં પણ એવું માનવમાં આવે છે કે તેઓ માત્ર શારીરિક સંતોષ માટે જ સાથે રહે છે,પરંતુ તેવું નથી તે લોકો પણ એકબીજા સાથે લાગણીથી અને સામાજિક તેમજ પરિવારિક સંબંધોથી જોડાયેલા હોય છે. અને જેમ સમયા યુગલોમાં મતભેદ અને માનભેદ થાય છે એવીજ રીતે તેઓમાં પણ એ પ્રકારનું વર્તન જોવા મળ્યું છે.

Maxresdefault 1 5અમેરિકન જરનાલમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ આ અભ્યાસ 320 પુરુષો એટલે કે 160 ગે કપલને લઈને કરવામાં આવ્યો હતો જેના તારણ સ્વરૂપ 46% યુગલોમાં તેના સાથી દ્વારા શારીરિક અથવા તો માનસિક રીતે તેમજ વર્તન વ્યવહાર બાબતે અને લાગણી વશ થઈને અત્યાચાર થયો હોવાનું જણાવ્યુ હતું.

આ બાબતે ભારતીય સંવિધાનની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં 377ની કલમ હેઠળ હોમોસેક્સુયલ જેમ કે ગે, લેસ્બિયન, બાયસેક્સુયલ તેમજ ટ્રાન્સ ઝેન્ડર લોકોના આ પ્રકારની ગુન્હા યુક્ત કેસની સુનાવણી અને નિવારણ કરવામાં આવે છે.

Images 31

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.