આપણે ડેન્ગ્યુ સામે લડવા શું બિલકુલ તૈયાર નથી ?

dengue | health | health tips
dengue | health | health tips

વળી મુંબઈમાં લગભગ દરેક એરિયામાં ચાલતાં અઢળક બાંધકામ અને ખોદકામને કારણે એપ્રિલ અને મે મહિનામાં પણ ડેન્ગીના નોંધપાત્ર કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આજે આ રોગને રોકવાનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે અને એ સંભાળે એ વલણ છોડીને જાતે આ બાબતે જરૂરી પ્રયત્નો કરવા આવશ્યક છે

ગયા અઠવાડિયે સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ ઍન્ડ પોલિસી (CDDEP)  દ્વારા એક ઍનેલિસિસ પ્રકાશિત કરવામાં આવ્યું; જે અનુસાર એ જતાવવામાં આવ્યું કે ભારત સહિત સાઉ એશિયાના દેશો વેક્ટર ર્બોન વાઇરલ ઇન્ફેક્શન ડેન્ગી અને ચિકનગુનિયા સામે લડવા બિલકુલ તૈયાર ની. આ ઍનેલિસિસમાં આ ઇન્ફેક્શનકારક રોગોનો વધતો વ્યાપ અને એ વ્યાપને પબ્લિક હેલ્ની સુરક્ષા માટે પહોંચી વળવાની આપણી તૈયારીનું લેવલ બન્ને બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યાં હતાં. આ ઍનેલિસિસ મુજબ સાઉ એશિયામાં સૌી વધુ ભય ડેન્ગી અને ચિકનગુનિયાનો જ છે. ઝીકા વાઇરસ પણ ધીમે-ધીમે ફેલાઈ રહ્યો છે. દુનિયાભરમાં ૩૯૦ મિલ્યન કેસ ડેન્ગીના હોય છે, જેમાંી ૭૦ ટકા કેસ સાઉ એશિયાના દેશોમાં જોવા મળે છે.

વધતો વ્યાપ

રિપોર્ટ મુજબ ભારતમાં ૪૦ વર્ષની વય સુધીના લોકોમાં ૯૫ ટકા લોકો ડેન્ગીના વાઇરસી ઇન્ફેક્ટેડ ઈ ચૂક્યા છે અને આ આંકડો ચિકનગુનિયા માટે ૪૧ ટકાનો જણાય છે. આ આંકડાને જાણીને લાગે કે ૯૫ ટકા લોકોને ડેન્ગીનું ઇન્ફેક્શન કઈ રીતે હોઈ શકે? આ બાબતે સમજાવતાં દહિસરના ડોકટર કહે છે, ડેન્ગીના વાઇરસ મચ્છર દ્વારા ફેલાય છે. એનો વ્યાપ આપણે ત્યાં વધતો જ જઈ રહ્યો છે અને મચ્છરો દ્વારા ફેલાતો આ ચેપી રોગ પણ ખૂબ લોકોને અસર કરી રહ્યો છે. ૯૫ ટકા લોકો ડેન્ગીના વાઇરસી ઇન્ફેક્ટ યા છે એનો ર્અ અહીં એ છે કે મચ્છર દ્વારા ૯૫ ટકા લોકોના શરીરમાં આ વાઇરસ પહોંચી ગયો છે. પરંતુ એવું જરૂરી ની કે દરેક વ્યક્તિને વાઇરસ તેના શરીરમાં જાય તો રોગ ાય જ. જેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તે આ વાઇરસને પોતાના શરીર પર હાવી વા દેતા ની અને તેઓ બચી જાય છે. પરંતુ જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે રોગનો ભોગ બને છે. ૯૫ ટકા લોકો ડેન્ગીના વાઇરસી ઇન્ફેક્શન પામ્યા હોય એનો સીધો ર્અ એ છે કે આ વાઇરસનો વ્યાપ ઘણો વધી ગયો છે, જે પોતાનામાં એક ગંભીર બાબત છે.

કારણો

ડેન્ગી અને મલેરિયા જેવા મચ્છરી ફેલાતા રોગો માટે એક સમય હતો જ્યારે માનવામાં આવતું કે આ રોગ ચોમાસામાં બધે પાણી ભરાઈ જાય પછી પ્રસરે છે. આજે પણ એ વાત સાચી છે કે ચોમાસામાં આ રોગના સૌી વધુ કેસ જોવા મળે છે. પરંતુ માર્ચ અને એપ્રિલ મહિનામાં મુંબઈમાં ડેન્ગીના ઘણા કેસ સામે આવ્યા છે. આ બાબતે વાત કરતાં ફોર્ટિસ એસ. એલ. રાહેજા હોસ્પિટલ, માહિમના જનરલ ફિઝિશ્યન ડોકટર કહે છે, એ વાત સાચી છે કે માર્ચ-એપ્રિલ મહિનામાં પણ મુંબઈમાં ડેન્ગીના નોંધપાત્ર કેસ જોવા મળી રહ્યા છે. આ કેસ હોવા પાછળનું મુખ્ય કારણ મુંબઈમાં અલગ-અલગ એરિયામાં ચાલી રહેલું ક્ધસ્ટ્રક્શનનું કામ છે. જ્યાં ખોદકામ કે નવું બાંધકામ ચાલતું હોય ત્યાં ખાડાઓ બનવા અને એ ખાડાઓમાં પાણી ભરાવું સહજ છે. આ પાણીમાં આ મચ્છરો જન્મે છે અને ડેન્ગીના વાઇરસને ફેલાવવાનું કામ કરે છે.

મચ્છર ક્યાં જન્મે?

ડેન્ગીને ફેલાતો અટકાવવાનો એક જ ઉપાય છે. આપણે આ વાઇરસને જન્મતા ની અટકાવી શકવાના, પરંતુ એના વાહક મચ્છરને પેદા તા અટકાવી શકાય છે. આ મચ્છરો ક્યાં અને કેવા સંજોગોમાં જન્મે છે એ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, મલેરિયાના મચ્છર ગંદા અને ઘણા સમયી જમા યેલા પાણીમાં જન્મતા હોય છે, પરંતુ ડેન્ગીના મચ્છર હંમેશાં સ્વચ્છ અને તાજા પાણીમાં જ જન્મે છે. એટલે કે જે જગ્યાએ હમણાં જ ખાડો યો હોય કે ોડા સમયમાં જ પાણી ભરાયું હોય એવી જગ્યાએ ડેન્ગીના મચ્છર જન્મે છે. વળી એ માનવ વસાહતની આજુબાજુમાં જ પોતાનાં ઈંડાં મૂકે છે, કારણ કે એનો ખોરાક માણસનું લોહી છે અને એ એને મળી રહે એનું એ ખાસ ધ્યાન રાખે છે. એટલે કે શહેરી દૂરની અવાવરું જગ્યાઓમાં આ મચ્છર જન્મતા ની. ખાસ કરીને ઘરમાં વાત કરીએ તો કૂંડાંઓમાં નીચે જે પ્લેટ્સ રાખવામાં આવે છે એ પ્લેટમાં ભરાતા પાણીમાં આ મચ્છર જન્મી શકે છે.

કોને ાય?

આ રોગ કોને ાય? આ પ્રશ્નના જવાબમાં એ સૂઝે કે જેને આ મચ્છર કરડે તેને આ રોગ ાય છે. પરંતુ એ અર્ધસત્ય છે. મચ્છરના કરડવાી એ વ્યક્તિને આ રોગ ાય છે જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. વાઇરસને જન્મતા આપણે અટકાવી શકવાના ની. મચ્છરોને અમુક હદ સુધી ક્ધટ્રોલમાં રાખી શકીએ છીએ, પરંતુ આપણે આપણી ઇમ્યુનિટી તો ચોક્કસ વધારી શકીએ. આ બાબતે વાત કરતાં ડો. સુશીલ શાહ કહે છે, આ રોગ બાળકો અને વૃદ્ધોને વાની શક્યતા ઘણી વધારે રહે છે. આ સિવાય જે લોકો પહેલેી માંદા છે જેમ કે ટીબી, HIVકે કેન્સરના દરદી હોય તો તેમને આ પ્રકારનું ઇન્ફેક્શન વાની શક્યતા વધુ રહે છે. આ બાબતે કોઈ પણ રોગ ધરાવતા દરદીઓને મચ્છર ન જ કરડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સામાન્ય લોકોએ બેલેન્સ્ડ ડાયટ, એક્સરસાઇઝ અને યોગ્ય લાઇફ-સ્ટાઇલ અપનાવી પોતાની રોગપ્રતિકારક શક્તિ સારી રાખવી જોઈએ; જેી આ પ્રકારના ઇન્ફેક્શનની અસર તેમના પર ન ાય.

આટલું કરો

ડેન્ગીના વ્યાપને રોકવા માટે આપણે મચ્છરોને કઈ રીતે રોકી શકીએ? એમ કહેવું ખૂબ જ સહેલું છે કે આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. આપણે એક સજાગ નાગરિક તરીકે આપણી ફરજને યાદ રાખવી જોઈએ અને એ પ્રમાણે વર્તવું જોઈએ, કારણ કે ડેન્ગીના ભોગ બનનારા લોકોમાં આપણે પણ હોઈ શકીએ છીએ. આપણે આ બાબતે શું કરી શકીએ એ જાણીએ ડો. રાજેશ ગોકાણી પાસેી.

૧. તમારા ઘરની કે સોસાયટીની આજુબાજુ ખાડાઓને પૂરી દેવા અને કોઈ પણ જગ્યાએ ખાસ કરીને જ્યાં નળ હોય કે ગટર હોય ત્યાં પાણી ન ભરાય એનું ધ્યાન રાખવું.

૨. ખાસ કરીને જૂનાં ટાયરો, જૂનું ફર્નિચર, ખોખાં કે કાટમાળમાં, લાકડા, બગીચાનાં કૂંડાંની નીચે રાખવામાં આવતી પ્લેટ્સમાં પાણી ન ભરાય એનું ખાસ ધ્યાન રાખવું.

૩. જો એવી કોઈ જગ્યા હોય જ્યાં પાણી ભરાતું તમે અટકાવી ન શકતા હો તો એને ઢાંકવાની  વ્યવસ કરો અને એમાં જંતુ માટેની દવાઓ છાંટો.

૪. તમારા ઘરની આસપાસ બાંધકામ ચાલતું હોય તો ખાસ સજાગ રહો. એ માટે તમારા ઘરની બારીઓ પર નેટની વિન્ડો શીટ્સ લગાવડાવો. ઘરની બહાર નીકળો ત્યારે શરીર ઓછામાં ઓછું ખુલ્લું રહે એવાં જ કપડાં પહેરો અવા મચ્છર માટેની રેપેલન્ટ ક્રીમ લગાવીને જ નીકળો.