પહેલા તમે બાળકને ફક્ત સ્ટીલ કે કાચની બોટલમાં જ દૂધ પીવડાવતા હતા, પરંતુ આજે બજારમાં બીજા ઘણાં બધા વિકલ્પ હાજર હોય છે. જેના કારણે તમે ઘણી વખત એવું વિચારો છો કે તમે તમારા નાના બાળકને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડાવવું કે કાચની બોટલમાં, પરંતુ જો તમે તમારા નાના બાળકને પ્લાટિકની બોટલથી દૂધ પીવડાવતા હોય તો સાવધાન થઈ જાઓ.

પ્લાસ્ટિકની બોટલમાં રાસાયણિક દ્રવ્યની કોટિંગ હોય છે. તેમજ બોટલમાં ગરમ દૂધ નાંખવાથી આ રસાયણ દૂધમાં મિક્સ થઈને બાળકના શરીરમાં પહોંચીને તેને નુકશાન પહોંચાડે છે. તેમજ ગ્લાસની બોટલના તેના પોતાના નુકશાન છે. જેમ કે તે વજનમાં ભારે હોય છે અને જમીન પર પડતાની સાથે જ ટૂટી જાય છે.

બાળક માટે કાચની બોટલ સારી કે પ્લાસ્ટિકની?

BOTTLE

 

પ્લાસ્ટિકની બોટલમાં બિસ્ફેનોલ નામનો રસાયણ હોય છે જે મગજને કમજોર બનાવે છે અને માણસની પ્રજનન પ્રણાલીને પણ નુકશાન પહોંચાડે છે. આ સાથે જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલમાં કઈ ગરમ નાંખો છો તો આ રસાયણ તે ખાવામાં મળીને તમારા શરીરમાં પહોંચી જાય છે.

કાચની બોટલના ફાયદા

કાચમાં કોઈપણ પ્રકારનું કોઈ પણ રસાયણ મળી આવતું નથી, ના કોઈ પેટ્રોલિયમ ઉત્પાદનનો ઉપયોગ થાય છે. તેથી તેને બનાવવા માટે, તેને રિયાયકલ પણ કરવામાં આવે છે. તેમજ કાંચની બોટલને ગરમ કરવાથી કોઈપણ પ્રકારનું અવશોષણ થતું નથી. તેને તમે સારી રીતે સાફ કરી શકો છો અને તેમાં દૂધને લાંબા સમય સુધી ગરમ રાખી શકાય છે.

કાચની બોટલના કેટલાક નુકશાન

કાંચની બોટલ થોડી ભારે હોય છે અને સરળતાથી ટૂટી જાય છે. તેમજ પ્લાસ્ટિકની બોટલ મોંઘી હોય છે. તેની વધારે કાળજી રાખવી પડે છે. હવે જ્યારે તમે કાંચની બોટલના ફાયદા અને નુકશાન જાણી ચૂક્યા છો તો હવે તમે નિર્ણય કરો કે તમારા બાળક માટે કઈ બોટલ યોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.