Abtak Media Google News

તા. ૨૨થી મતદાર યાદી સુધારણા  કાર્યક્રમ

જામનગર જિલ્લામાં ચૂંટણી અનુસંધાને મતદાર યાદી સુધારણા હાથ ધરાતા ૨૩ હજારથી વધુ મતદારોનો વધારો થયો છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સરકારના આદેશ મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નવા મતદારો પોતાના નામનો મતદાર યાદીમાં  ઉમેરો કરવી શકશે. જિલ્લામાં કુલ ૨૩૧૩૦ નવા મતદારોનો ઉમેરો થયો છે.

આગામી મહાનગરપાલિકા તેમજ પંચાયત સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લઈને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિ શંકર દ્વારા વેબએક્સ મારફત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ જામનગરમાં તારીખ ૨૨, અને ૨૯ નવેમ્બર, તેમજ તા. ૬ અને ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવનાર છે. (તમામ રવિવાર) નીયમ મુજબ ૧૮ વર્ષની વયના યુવાઓ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. આ માટે તેમણે નજીકના મતદાન મથકમાં સંપર્ક કરવાનો રહેશે. જ્યાં  નામ ઉમેરો કરવા માટે ફોન નંબર ૬, નામ કમી કરવા માટે ફોન નંબર ૭, નામમાં સુધારા વધારા કરવા માટે

ફોર્મ નંબર ૮ અને વિભાગ બદલવા માટે ફોર્મ નંબર ૮ (ક) ભરવાનું રહેશે.

જામનગર શહેર-જિલ્લામાં તા. ૨-૧-૨૦૨૦ની સ્થિતિએ ૧૧૦૯૩૮૫ મતદારો નોંધાયા હતા. જ્યારે તા. ૧-૧-૨૦૨૧ની સ્થિતિએ ૧૧૩૨૫૧૫ મતદારો નોંધાયા છે. એટલે કે ૨૩૧૩૦ મતદારોનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.