Abtak Media Google News

લોકરનું સ્થાન નક્કી કરે ઘરમાં ભૌતિક સમૃદ્ધિ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લોકર રૂમનું સ્થાન ઉતર દિશામાં હોવું જોઈએ. ત્યારે એ પણ જોવું ખૂબ અગત્યનું છે કે તે રૂમ ઘરમાં ખાસ સ્થાને હોય અને તેમાં અગત્યાની વસ્તુ રાખી શકાય તેવું હોવું જોઈએ. ત્યારે જ્યારે નવું ઘર બનતું હોય તેમાં પણ આ લોકર બાબતની વાતો વિશે અમુક નથી જાણતા ત્યારે આજે આ બાબતની ખાસ ખ્યાલ રાખો.

લોકરનો રૂમ આકાર કેવો હોવો જોઈએ ?

મુખ્ય રીતે લોકર તે બંબચોરસ અને ચોરસ આકારનો હોય છે. ત્યારે નવાં ઘરમાં અથવા કોઈ પણ ઘરમાં  જ્યારે લોકર રાખો તો તે બીજા બધાં રૂમની ઊચાઇ ના તો બીજા કરતાં વધારે કે ઓછી હોવી જોઈએ.

લોકર રખવાનું સ્થાન ?  

  • ઘરના રૂમમાં દક્ષિણ તરફ રાખો લોકર
  • ઉતર-પૂર્વ ખૂણે અને દક્ષિણ-પશ્ચિમ ખૂણે ના રાખો લોકર, કારણ તેનાથી થઈ શકે આર્થિક નુકશાન.
  • લોકરની મુખ્ય ગોઠવણ હંમેશા તેની આગળની દિવાલ તરફ અને તેની પાછળ દક્ષિણ દિવાલ તરફ હોવી આવશ્યક છે.
  • ઉતર-પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી થઈ શકે છે બિનજરૂરી ખર્ચ.
  • લોકર દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ ખૂણાથી ઓછામાં એક પગ દૂર હોવું જોઈએ.
  • દિવાલથી ઓછામાં એક ઇંચ દૂરી રાખવી તે લોકર માટે આવશ્યક છે. જો જગ્યા ઓછી લાગતી હોય ત્યારે તેને પૂર્વ દિશામાં રાખી શકાય છે.

લોકર રૂમના દરવાજા અને બારીઓ વિશે ?

  • લોકર રૂમમાં એક જ દરવાજો રાખવો. તેની અંદર પ્રવેશ માટે બે એટલે ઉતર અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ.
  • આ રૂમને દક્ષિણ-પશ્ચિમ,દક્ષિણ-પૂર્વ અને ઉતર-પશ્ચિમ આ દિશાઓમાં દરવાજા બનાવાનું ટાળો.ઉતર અથવા પૂર્વ દિશામાં બારીઓ બનાવાનું ટાળો.
  • લોકર રૂમનો રંગ થાય તો પીળો રાખવો, તે લાભદાયી થશે.
  • વાસ્તુ પ્રમાણે લોકર રૂમ બનાવતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો :
  • લોકર ક્યારેય ખૂણામાં ના રાખવું.
  • લોકર રૂમ તે ક્યારેય કોઈ બીમ નીચેના બનાવો.
  • લોકરમાં દરેક મૂલ્યવાન વસ્તુને દક્ષિણ કે પશ્ચિમમાં રાખવી.
  • આ રૂમને હમેશાં સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ.
  • આ રૂમમાં અરીસો રાખવો. જેનાથી તમારી તિજોરી પ્રતિબિંબ થાય અને તે તમારી સંપતિમાં વધારો કરશે.

તો આ ખાસ લોકર રૂમ અને લોકરને લગતી વાતોને ધ્યાન રાખવાથી થશે તમારી સંપતિમાં વૃદ્ધિ.

7537D2F3 13

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.