દરેક સંબંધ જેમાં એક સ્ત્રી અને પુરુષનો પ્રેમ હોય. તે અમુક સમય બાદ એક અનોખો સંબંધમાં બદલાય છે, જેનો અર્થ એ છે તે લિવ ઈન રિલેશનશિપ કહેવાય છે. આજના યુગનું ખાસ લિવ ઈન રિલેશનશિપ ક્લચર ખુબ જ તેજીથી મોટા શહેરોમાં વધી રહ્યું છે. મોટાભાગેના સમાજમાં લિવ ઈન રિલેશનશિપ ને સારી નજરથી જોવામાં નથી આવતી. લિવ ઈન રિલેશનશિપમાં રહેવાના કેટલાક નુકશાન છે તો તેના ફાયદા પણ છે.જ્યારે એક સ્ત્રી તેમજ પુરુષ લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ પોતાના જીવન માટે અનેક રીતે બન્ને લગ્નનો નિર્ણય સરળતાથી કરી શકે છે.
છેલ્લા ઘણા સમયથી લગ્ન વિના એકબીજાની સાથે રહેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવા કપલ આ રીતે રહેવાની પ્રથાને લીવ ઇન રિલેશનશિપ પણ કહે છે. પરંતુ આ પ્રકારે સાથે રહેવું સંબંધો તૂટવાનું કારણ પણ બની શકે છે. મોટા ભાગે કપલ તેના ફાયદા અને નુકસાન ને જાણ્યા વિના જ લિવ ઇનમાં રહેવાનું નક્કી કરી લે છે
લીવ ઇન રિલેશનશિપ એવી ટર્મ છે જે મોર્ડન સમયમાં ટ્રેન્ડમાં છે. જેમાં બે લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી એકબીજાની સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહે છે. કેટલાક કપલ આ રીતે રહેવાની વાતને સારી ગણાવે છે તો કેટલાક લોકો માને છે કે આ પ્રકારની પ્રથાના કારણે યુવા વર્ગ સંબંધોનું મહત્વ ભૂલી જાય છે. આજે તમને જણાવીએ લીવ ઇન રિલેશનશિપના ફાયદા અને નુકસાન વિશે.
લિવ ઈન રિલેશનશિપ ને સારી નજરથી જોવામાં નથી આવતી લીવ ઈન રિલેશનશિપનાં જેમ ગેરફાયદા છે તેમ લીવ ઈન રિલેશનશિપના ફાયદા પણ છે જાણો શું છે લીવ ઈન રિલેશનમાં રહેવાના ફાયદા
લીવઈનમાં રહેતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સંબંધ ‘ટોક્સિક’ ન હોવો જોઈએ
જો તમે એવા સંબંધમાં છો જે પહેલાથી જ સારું નથી ચાલી રહ્યું અને તમને લાગે છે કે સાથે રહેવાથી બધું ઠીક થઈ જશે, તો એવું બિલકુલ નથી. જો તમારો સંબંધ અથવા જીવનસાથી ટોક્સિક છે તો આ નિર્ણય લેવો તમારા માટે ખોટો સાબિત થઈ શકે છે. ટોક્સિક સંબંધોમાં સમજણનો ઘણો અભાવ હોય છે. અને જ્યાં સમજણ ન હોય ત્યાં સંબંધો ઘણી વખત નબળા પડવા લાગે છે. પરંતુ જો તમારા સંબંધમાં વધુ સારી સમજણ છે અથવા જો તમારો પાર્ટનર તમારા વિશે બધું સમજે છે. તમારી લાગણીઓને મહત્વ આપે છે, તો તમે આ બાબતે આગળ વધી શકો છો.
UNDERSTANDING ખુબ જ જરૂરી
તે સ્વાભાવિક છે કે જો તમે કોઈની સાથે રહો છો તો તમારે તમારા ખર્ચનું પણ ધ્યાન રાખવું પડશે.એવું ના હોવું જોઈએ કે એક જ વ્યક્તિ કમાય. કારણ કે વધુ પડતાં ઝગડા અને ગેરસમજ પૈસાની તંગીને લીધે થતી હોય છે. એટલા માટે એ મહત્વનું છે કે તમારી પાસે સ્થિર નોકરી હોય. પાર્ટનર સમજદાર હોય તો બધું જ સમજદારીથી મેનેજ કરે છે. જો તમારી પાસે પણ આવો સમજદાર પાર્ટનર હોય તો તમે લિવ-ઈન વિશે વિચારી શકો છો.
જતું કરતા શીખવું જરૂરી
જો તમારા સંબંધોમાં ઝઘડા અને લડાઈને કોઈ અવકાશ નથી. તો તમે લિવ-ઈન વિશે વિચારી શકો છો. કારણ કે લડાઈ અને ઝઘડો ક્યારેક તેની સાથે ભયંકર પરિણામો લાવે છે. તેથી જ તમારી સલામતી માટે તે મહત્વનું છે કે તમારે આ સ્કેલ પણ તપાસવો જોઈએ.નાના નાના ઝગડા સામાન્ય છે. પરંતુ તે નાનો ઝગડો ઉગ્ર ના થવો જોઈએ.
એક લીમીટ લાઈન બનાવવી જરૂરી
લિવ-ઈન રિલેશનશિપમાં બંને લોકોને એકબીજાની મર્યાદાનો ખ્યાલ હોવો જોઈએ અને તેને પાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તમે સાથે રહો છો તેનો અર્થ એ નથી કે વ્યક્તિગત જગ્યા જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં. દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન હોય છે. વ્યક્તિગત જગ્યા છે. જીવનસાથીએ તે જગ્યાનું ધ્યાન રાખવું જોઈએ. તમે રિલેશનશિપમાં છો તેનો અર્થ એ નથી કે તમે લાઇન ક્રોસ કરો છો અને તમારા પાર્ટનરની વાતને માન આપતા નથી. જો તમારો પાર્ટનર આનું ધ્યાન રાખે છે. તો તમે લિવ-ઈન વિશે વિચારી શકો છો.
પોતાના લોકો સાથે સંપર્કમાં રહેવું આવશ્યક
લિવ-ઇનમાં આવ્યા પછી અથવા જો તમે અત્યારે રહેતા હોવ તો તેનો અર્થ એ નથી કે તમે તમારા પોતાના સંબંધી લોકો સાથે વાત કરવાનું બંધ કરી દો. અથવા બહારની દુનિયા સાથેનો તમામ સંપર્ક કાપી નાખો. હંમેશા તમારી સમસ્યાઓ તમારા મિત્રો અથવા નજીકના પરિવારના સભ્યોને જણાવો, જેથી તેઓ તમારી સ્થિતિ વિશે જાણે અને ખરાબ સમયમાં તમારી મદદ કરી શકે.
સંબંધોમાં ટ્રાન્સપરન્સી જરૂરી
ઘણી વખત નવા-નવા સંબંધના excitement માં આવીને આપણે આપણા પાર્ટનરની ખોટી વાતોને પણ નજરઅંદાજ કરી દઈએ છીએ અને સામેની વ્યક્તિની લાગણીઓને ઠેસ ન પહોંચે આ માટે તમે તમારા મનની વાત કરી શકતા નથી. જણાવી દઈએ કે આ વાતો મનમાં એકઠી થઈ જાય છે અને જ્યારે ઝઘડો થાય ત્યારે સામે આવી જાય છે, જેના કારણે ક્યારેક નાની-નાની વાતો જ ઘણી મોટી બની જાય છે.
પાર્ટનરની નાનીનાની વાતોને પણ ઇગ્નોર ના કરો
કેટલાક લોકો લિવ ઈનમાં આવ્યા પછી હંમેશા પોતાની વાત ઉપર રાખે છે. તમારા દૃષ્ટિકોણને સમજાવતી વખતે તમે પાર્ટનરના દૃષ્ટિકોણની અવગણના કરો છો. જેના કારણે તમારો સંબંધ લાંબા સમય સુધી મજબૂત નથી રહેતો. આવી સ્થિતિમાં મજબૂત સંબંધ જાળવી રાખવા માટે પાર્ટનરની વાતને મહત્વ આપવું પણ જરૂરી છે.
પર્સનલ સ્પેસનું ખાસ ધ્યાન રાખો
ઘણીવાર સાથે રહેવાને કારણે કપલમાં બોન્ડિંગ વધવાની સાથે-સાથે લડાઈ-ઝઘડા પણ વધી જાય છે. આનું એક કારણ એ પણ હોય છે કે તમે તમારા માટે એક પર્સનલ સ્પેસ રાખી શકતા નથી. જણાવી દઈએ કે આજના સમયમાં કામના તણાવ અને જવાબદારીઓ પછી દરેક વ્યક્તિને પર્સનલ સ્પેસની જરૂર હોય છે અને ઘણી વખત આપણા પાર્ટનર આ વાતને ખોટી રીતે સમજી લે છે. એટલા માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને તમારા પાર્ટનરને સમજાવવો અને તમારા માટે પર્સનલ સ્પેસ જરુર કાઢો.
સંબંધમાં રિસ્પેક્ટ ખુબ જરૂરી
સાથે રહેવાથી સંબંધો મજબૂત તો બને જ છે, પરંતુ ઝઘડા પણ થાય છે. હવે એ કહેવું તદ્દન ખોટું હશે કે સાથે જ ન રહો, પરંતુ જો કોઈ વાત પર તમારા બંનેનો ઝઘડો થયો પણ છે તો ધ્યાન રાખો કે તમે ગુસ્સામાં આવીને એકબીજા સાથે ગેરવર્તન ન કરો અને એવા શબ્દોનો ઉપયોગ ન કરો કે જેનાથી તમારા બંનેની લાગણીઓને ઠેસ પહોંચે. ઝઘડા દરમિયાન પણ તમારે એકબીજાને માન આપવું જોઈએ.
લિવ ઈન રિલેશનશિપના ફાયદા
- લિવ ઈન રિલેશનશિપમાં રહેવાથી તમે તમારા પાર્ટનર સાથે રહેવાનું ચાલુ કરો છો ત્યારે તમારા સંબંધમાં સ્થિરતા આવી જાય છે.
- તમારો સંબંધ મજબૂત બને છે અને તમે જવાબદારી લેતા પણ શીખી જાવ છો.
- લિવ ઈન રિલેશનશિપમાં રહેવાથી બન્ને વ્યક્તિને પોતાનામાં રહેલી જાણી-અજાણી વાતો વિષે વધુ ખબર પડે છે.
- ત્યારે આ લિવ ઈન રિલેશનશિપમાં ગમતો પાર્ટનર તમને હકીકતમાં કેટલો પ્રેમ કરે છે તે આ સંબંધમાં સ્પષ્ટ થઈ જાય છે.
- જો એક ફ્રેન્ડશિપને કેવી રીતે સાચા અર્થમાં વધરવી તેને વિષે બન્ને વ્યક્તિ એક-બીજાને જાણી શકે છે.
- લિવ ઈન રિલેશનશિપમાં બન્ને એક-બીજા પ્રત્યેનો વિશ્વાસ સમજી શકે છે.
- પુરુષ પોતે કેટલું કમાય છે અને તેના વિચારોની સાચી સમજ થઈ શકે છે.
- ચ્ચેઅલગ થવું ખુબ જ મુશ્કિલ છે. પરંતુ લિવ ઈન રિલેશનશિપમાં જો તમે એકબીજાથી ખુશ ના હોવ તો સરળતાથી અલગ પણ થઇ શકો છો.
- મિત્ર તેમજ સાચા પ્રેમની વ્યાખ્યા અહી આ સફરથી બન્ને વ્યક્તિ અલગ કરી શકે છે.
- કોઈ ઈચ્છા વગર કામ કરવું ના ફાવે તો કાનૂની પગલાં વગર અહીથી જ પુરુષ અને સ્ત્રી છૂટા પડી શકે છે.
- લિવ ઈન રિલેશનશિપમાં તમને એકબીજાને ઓળખવા માટે વધારે સમય મળી રહે છે.અને આપણે ખબર પડી જાય છે કે આગળ ચાલીને તમારું શુ ભવિષ્ય રહશે તેની સાથે..
- લિવ ઈન રિલેશનશિપમાં રહેવાથી તમારામાં જવાબદારીની ભાવના આવી જાય છે.
- ક્યારેક સંબંધોમાં અનેક મુશ્કેલી સામે આવતી હોય છે, તો લિવ ઈન રિલેશનશિપ એક એવું સંબંધ છે જેમાં બન્ને એક-બીજાને વ્યવસ્થિત ઓળખી શકે છે અને પ્રેમની સાચી પરિભાષા બાંધી શકે છે.
લીવ ઇન રિલેશનશિપના નુકસાન
- લગ્ન વિના એકબીજાની સાથે રહેવાથી ટ્રસ્ટ ઈશુ થઈ શકે છે.
- આ પ્રકારના સંબંધોનું આયુષ્ય લાંબુ હોતું નથી. નાની એવી વાતમાં પણ સંબંધ તૂટી શકે છે.
- મોટાભાગના કપલ માતા પિતાને જાણ કર્યા વિના જ સાથે રહેવા લાગે છે જે હાનિકારક સાબિત થઈ શકે છે.
- આ પ્રકારના સંબંધોમાં જવાબદારીઓ કોઈ લેતું નથી જેના કારણે ઇનસિક્યુરિટી વધારે રહે છે.