શું તમે ચાલતા-ચાલતા થાકી જાવ છો ?? તમને હોઈ શકે છે આ બીમારી

કોઈ પણ વ્યક્તિને તંદુરસ્ત જીવન જીવવા માટે દરરોજ નિયમિત ચાલવું પડે છે અને અમુક ઉંમર પછી તો ચાલવાને એક આદત જ બનાવી જરૂરી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ચાલીસ પછી તો જો ચાલશો નહિ તો તમે ક્યાય ચાલશો નહિ પરંતુ શું તમને ચાલતા ચાલત ક્યારેય વિચિત્ર પ્રકારે પગનો દુખાવો થાય છે ?? એવું વારંવાર બનતું હોય કે પછી ૩થી ૪ કિલોમીટર ચાલી નાખતી વ્યક્તિ માંડ એક કિલોમીટર જેટલું ચાલી શકે તો એ વ્યક્તિને પેરિફેરલ આર્ટરી ડિસીઝ હોઈ શકે છે. ચાલતા ચાલતા પગમાં દુખાવો થવાની આ બીમારી શરીરના કોઈ પણ અવયવમાં ઉદ્ભવી શકે છે.

શું હોય છે લક્ષણો ??

૧. પહેલાં ૩-૪ કિલોમીટર ચાલી શકતા હતા અને હવે થોડા સમયી ધીમે-ધીમે કેપેસિટી ઘટતાં માંડ ૧ કિલોમીટર ચાલવું

૨. પગમાં અચાનક દુખાવો ઊપડે છે જે આરામ કરો ત્યારે જતો રહે છે અને ફરી પાછું ચાલવા લાગો એટલે ફરીથી દુખાવો શરૂ થાય છે.

૩. તમે જ્યારે લખતા હો કે કામ કરો ત્યારે હા એકદમ ભારે થઈ ગયા હોય કે હા બરાબર કામ ન કરતા હોય એવો આભાસ થાય છે

પેરિફેરલ આર્ટરીની બિમારી શું છે?

શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે પેરિફેરલ આર્ટરી ડિસીઝ નામની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે ધમનીઓ ઘણી સંકોચાઈ જાય છે. જેના કારણે પગ અને હાથમાં લોહીનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય છે. પગ સુધી યોગ્ય માત્રામાં લોહી ન પહોંચવાને કારણે વ્યક્તિને ચાલતી વખતે ઘણી પીડા સહન કરવી પડે છે.

એવું બિલકુલ જરૂરી ની કે આ બ્લોકેજ ફક્ત હાર્ટની રક્તવાહિનીઓમાં જ બને અને હાર્ટને જ અસર કરે. આ પ્રકારના બ્લોકેજ મગજમાં, પેટમાં, હામાં કે પગમાં પણ શક્ય છે અને એને લીધે એ અવયવો પણ અસરગ્રસ્ત ઈ શકે છે જેને પેરિફેરલ આર્ટરી ડિસીઝ કહે છે જેમાં આર્ટરી એટલે કે રક્તવાહિનીઓ કોઈ પણ કારણોસર સંકોચાઈ જાય અને લોહીના વહેતા પ્રવાહને અવરોધે અવા તો ધીમો પાડી નાખે છે, જેને લીધે જે અવયવની રક્તવાહિની સંકોચાઈ હોય એ અવયવ ડેમેજ ઈ શકે છે. હાર્ટમાં પણ આ જ પરિસ્થિતિને કારણે વ્યક્તિને સ્ટ્રોક આવે છે.

કેવી રીતે ખબર પડશે કે તમે આ બીમારીથી પીડાવ છો ??

ધારો કે કોઈને પગમાં તકલીફ ઈ હોય અને શરૂઆતમાં ચાલતાં-ચાલતાં દુખે તો લોકો ચાલવાનું ઓછું કરી નાખે. વળી ઘણા લોકોને આ દુખાવો તો હોય તો તેમને લાગે કે ઉંમર ઈ છે એટલે કંઈક ને કંઈક તો દુખતું રહેશે જ. એટલે એવું માનીને એ લોકો અવગણે. ઘણા લોકો એવાં બહાનાં પણ આપે છે કે પહેલાં શરીરમાં તાકાત હતી, હવે એ રહી ની એટલે આ બધું થાય છે. પણ હકીકતમાં કોઈને ખબર પણ ની હોતી કે ખરેખર આવો કોઈ રોગ તેમને હોઈ શકે છે અને તેમને ઇલાજની જરૂર રહે છે