- અર્હમ યુવા સેના ગ્રુપ દ્વારા જૈન સમાજના સાધર્મિક લોકોને 36 ઓટો રિક્ષા અર્પણ કરાશે: મેડિકલ સેવામાં પણ અપાશે રાહત
- કાલે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે પૂ.પરમ ગુરુદેવના મુખારવિંદથી દયા, કરુણા, અનુકંપા, માનવતાલક્ષી અનેક સેવાકીય પ્રકલ્પો ઉદ્દઘોષિત થશે
- રાષ્ટ્રરાંત ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આવતીકાલે સવારે રાજકોટમાં આગમન થશે. આવતી કાલે તા. 19ના રોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં સેવા અને માનવતાલક્ષી અને સેવાકીય પ્રકલ્પો જાહેર કરવામાં આવશે.
ગત વર્ષે ગુરુ ભક્તોને આત્મનિર્ભર કરવા માટે 14 રિક્ષા અર્પણ કરવામાં આવી હતી જ્યારે આવતી કાલે લોકો મજબૂર નહીં પણ મજબૂત બને, લાચારીથી નહીં મહેનત કરી ખુમારીથી જીવન જીવી પરિવારને મદદરૂપ બને તેવા હેતુ સાથે આવતીકાલે 36 લોકોને ઓટોરિક્ષા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, અમીનેશભાઈ રૂપાણી, સુરેશભાઈ અજમેરા સહતિ સેવાભાવી ઉપસ્થિત રહેશે.
ભાડાની રિક્ષા ચલાવતા સાધર્મિક લોકોને માલિકીની રિક્ષા અપાવવા 70 ટકા રકમ ગુરુભક્તોએ આપી તો 30 ટકા રકમ સાધર્મિકના નામે બેંકમાંથી લોન લઈ માસિક ઇન્સ્ટોલેશન માલિકે ભરવાના રહે છે. જેથી ફરજ અને કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવે.
પરમ મેડિકલ ડાયગ્નોસીસ સેવા યોજના અંતર્ગત આરુગ્ગ બોહીલાભ ના શુભ ભાવો સાથે રાષ્ટ્ર સંત પૂ. પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રાજકોટના ગુરુ ભક્ત પરિવારજનો કે જેઓ પૂ. ગુરુદેવ પ્રેરિત કજ્ઞજ્ઞસ ક્ષ કયફક્ષિ તથા અહમ યુવા સેવા ગ્રુપના સદસ્યોના પરિવારજનો માટે રાજકોટ પંચનાથ હોસ્પિટલમાં મેડિકલ રીપોર્ટમાં 50% બીલની રકમમાં સહાય કરવામાં આવશે જે મેકસીમમ રકમ રૂપિયા 2000/- સુધી રહેશે. પરમ મેડિકલ સેવા યોજના અંતર્ગત રાજકોટ ઉવસગ્ગહરં સાધના ભવન ખાતેથી ઓળખ પત્ર ઈં ઈફમિ સાથે ડીસ્કાઉન્ટ ભલામણ પત્ર લેબોરેટરીમાં રીપોર્ટ કઢાવવાના હોય તે સમય દરમ્યાન મેળવવાનો રહેશે અને તે પંચનાથ હોસ્પિટલમાં રજૂ કરવાનો રહેશે. વિગતવાર માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે.
પરમ મેડિકલ સેવા પ્રકલ્પમાં પંચનાથ હોસ્પિટલ ચેરમેન દેવાંગભાઈ માંકડ, સેક્રેટરી મયુરભાઈ શાહ, ટ્રસ્ટી એડવોકેટ અનિલભાઈ દેસાઈ વગેરે સેવાભાવી ટ્રસ્ટીઓએ સરાહનીય સહકાર પ્રદાન કરેલ છે. તથા સ્નેહા દીદી મહેતા, દીપલ દીદી શેઠ, તપનભાઈ વોરા, વિરેશભાઈ ગોડા, ડોક્ટર મિતાલી ચૌધરી, હેતલબેન શેઠ, પૂજાબેન, જિમી શાહ વગેરે સેવાભાવી ટીમ સેવારત છે. આ યોજનાનો લાભ 31/12/2025 સુધી મળશે. પંચનાથ હોસ્પિટલના સહયોગથી, ઉવસગ્ગહરં સાધના ભવન રાજકોટ પારસધામ’, આફ્રિકા કોલોની પરથી ફોર્મ મળી શકશે.
ખયમશભફહ જળફિિં ઈફમિ જેનો ીતય આપ પંચનાથ હોસ્પિટલમાં કોઈપણ મેડિકલ ચેકઅપ માટે કરી શકશો. વધુ વિગત માટે મો.નં. 91364 42491 સંપર્ક કરવા જણાવાયું છે.
અમને હાથ લાંબો કરતા શરમ આવે છે…!!
આ વાત સાંભળીને ગુરુદેવે સાધર્મિકોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ણય લીધો
અનેક પરિવારોને આત્મનિર્ભર બનાવવાનું વિજયભાઈ રૂપાણીનું સ્વપ્ન ગુરુદેવના આશીર્વાદથી સાકાર થઈ રહ્યું છે. અમને હાથ લાંબો કરતા શરમ આવે છે અમારે પણ પુરુષાર્થ કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવવું છે આવું અનેક જરૂરિયાતમંદ લોકો ગુરુદેવ નમ્રમુનિ પાસે ઉચ્ચારતા, એમને ડ્રાઇવિંગ આવડે છે, ભાડે રીક્ષા લઈને પરિવારનું પેટ ભરીએ છીએ પરંતુ મોટાભાગની આવક રીક્ષા માલિકને ભાડું આપવામાં અને તેના મેન્ટેનન્સમાં ચાલી જાય છે આથી અમારી પાસે રીક્ષા હશે તો અમે પણ અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીશું અને લોકોને મદદરૂપ પણ થઈ શકીશું. આથી નમ્રમુનિ મહારાજ સાહેબે ગુરુ ભક્તોને પ્રેરણા કરી કેળવે સાધર્મિકોને કાયમી પગભર ઉભા રહી શકે આથી તેમને સહાય નહી મજબૂત બનાવા છે. જે હેતુથી 36 લોકોને રીક્ષા અપાશે.