વાયરસની નિ:શુલ્ક સારવાર કરતું અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પલાઈન

9000 ગાય, ભેંસને  રસી અપાઈ: ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિનાં મળતા સતત આશિર્વાદ

ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ  ફેલાવો થાય છે.આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી, ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓનું ખાવા-પીવાનું છોડી દેવું, લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા, આ રોગને નિયંત્રણમાં લાવવા માટે  ઈન્ફેકશન થઈ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુરંત જ પશુ ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી. રાજકોટમાં રસ્તે રઝડતા, નિરાધાર પશુઓમાં તેમજ ગૌ શાળા, પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન, રાજકોટ (મો.9898019059 / મો. 9898994954) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિ:શુલ્ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્બ્યુલન્સનાં ટ્રોલફીનં. 1962પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશ ુદવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી. અત્યાર સુધીમાં એનિમલ હેલ્પલાઈન દ્વારા શેણી એનિમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા, સદભાવના બળદ આશ્રમ, રાજકોટ મહાજન પાંજરાપોળ , કામધેનુ ગૌશાળા, વિશ્વનીડમ ગુરુકુલમ્  ઈશ્વરીયા, વિજયાવંત ગૌ શાળા, કામધેનુ ગૌશાળા  કોઠારીયા, મામાપીર ગૌશાળા  કોઠારીયા, બટુક મહારાજ ગૌશાળા, ગાયત્રી આશ્રમ રતનપર, રામચરિત ગૌશાળા રતનપર, ચંદ્ર મોલેશ્વર ગૌશાળા, ઓમ શાંતિ ગૌશાળા, નંદિની ગૌશાળા, સુરભિ સંપદા ગૌ શાળા, ડેમેશ્વર મહાદેવ ગૌશાળા , ચૈતન્ય હનુમાન મંદિર ગૌશાળા , શ્રી નંદિની ગૌશાળા  રતનપર , સુખેશ્વર ગૌ શાળા  ભગવતીપરા , પુનિત ગૌ શાળા  રામનાથપરા , નિલેશ્વર ગૌ શાળા  શાપર , ગોવર્ધન ગૌ શાળા  ન્યારી ડેમ , કૃષ્ણમ સેવા ધામ ગૌ શાળા , રાધે રાધે ગૌ શાળા  બેડી ચોકડી , મા ગૌરી ગૌ શાળા , પાંજરાપોળ ગૌ શાળા મોટા વડાલા  જેવી ગૌ શાળાઓમાં તેમજ રાજકોટ શહેર વિસ્તારના બિનવારસી બળદ તથા શાપર ,  કુવાડવા તથા ચોટીલા અને તેની આસપાસના વિસ્તારોમાં 350 જેટલા બિનવારસી પશુઓને રસીકરણની સાથે સાથે લમ્પી રોગની સારવાર કરીને મોતના મુખમાંથી બચાવ્યા છે.

તેમજ કચ્છ જિલ્લામાંલમ્પી રોગના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર હોય ,એનિમલ હેલ્પલાઈનની ટીમ દ્વારા કચ્છ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ તેમજ નિદાન કેમ્પ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગૌશાળાઓ – પાંજરાપોળોમાં જઈને ગાય અને ભેંસને લમ્પી રોગની નિ:શુલ્ક રસી મૂકવામાં આવે છે. અત્યારસુધીમાં 9000 થી વધુ લમ્પી રોગની નિ:શુલ્ક રસી મુકાવવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ  એનિમલ હેલ્પલાઇન, રાજકોટ ના આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સતત આશીર્વાદ મળી રહ્યા છે.લમ્પી વાયરસ અંગે સારવાર કરાવવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને  કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન, રાજકોટ મો.9898019059 / મો. 9898994954ના ેસંપર્ક કરવા યાદીમાં જણાવાયુંછે.