Abtak Media Google News

ચાલુ માસમાં મોરબી જિલ્લામાં આવતા તહેવારો ઉપરાંત વિવિધ રાજકીયપક્ષો ધ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય, જેને ધ્યાને લઇ આ સમય દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે હથિયારબંધી ફરમાવવામાં આવી છે.

જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે કેતન.પી.જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રુએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૩૧ મેં સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવેલ છે.

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતીબંધ ફરમાવેલ છે.

આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહી.

(૧) સરકારી નોકર કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય.

(૨) વૃધ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય.

(૩) સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓ.

આ જાહેરનામાંનો કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લધન કરનારને સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.