Abtak Media Google News

ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું: 32 ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરાઈ

જમ્મુ-કાશ્મીરના પહલગામ માં એક દુ:ખદ દુર્ઘટના બની છે. 39 ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ(આઈટીબીપી) જવાનોને લઈ એક બસ જઈ રહી હતી. એ સમયે બસ દુર્ઘટના સર્જાઇ હતી. જે બાદ બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 જવાનોનાં મોત નીપજ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જો કે, બસ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા  છે.

જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એકી મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. પહલગામમાં 39 આઇટીબીપી જવાનોને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી હતી. જવાનોને લઈને જઈ રહેલી આ બસ ચંદનવાડી વિસ્તારમાં આવેલી ખીણમાં ખાબકી હતી. જેમાં 7 જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 39 જેટલાં આઇટીબીપીના જવાનો આ બસમાં સવાર હતા. બનાવની જાણ થતા સ્થાનિકો સહિત તંત્ર દોડી આવ્યું હતું. બાદમાં જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બસ દુર્ઘટના ત્યારે બની કે જ્યારે જવાનો અમરનાથ યાત્રાની ડ્યૂટીમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત 32 જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામ માં મંગળવારે ભયંકર બસ દુર્ઘટના સર્જાઈ છે. 39 જેટલાં આઇટીબીપીના જવાનો બસમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ બસ ચંદનવાડી વિસ્તારમાં 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ બસ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતા જ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાબળ, સેના, પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે. 39 માંથી 7 જવાનોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે 32 જવાનો ઈજાગ્રસ્ત છે.

તો ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 39 માંથી 37 આઇટીબીપીના જવાનો હતા. જ્યારે બે જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. એવુ પણ સામે આવ્યું છે કે, જે બસમાં જવાનો સવાર હતા એ સિવિલ બસ હતી. અચાનક આ બસની બ્રેક ફેઈલ થઈ જતા બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ જવાનો ચંદનવાડી વિસ્તારથી પહલગામ તરફ જઈ રહ્યા હતા. પહલગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ તમામ જવાનો અમરનાથ યાત્રા હોવાથી સુરક્ષામાં તૈનાત હતા. આ દુર્ઘટનામાં 7 જવાનોનાં મોત થયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે. ત્યારે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશ ચાલુ છે. આ દુર્ઘટનામાં જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.જવાનોને લઈ જઈ રહેલી બસ ચંદનવાડીથી પહલગામ તરફ જઈ રહી હતી. આ તમામ જવાનો અમરનાથ યાત્રાની સુરક્ષામાં તૈનાત હતા. આ દુર્ઘટના ચંદનવાડી પાસે બની હતી. દુર્ઘટના બાદ બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ત્યારે આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.શહિદ થયેલા 7 જવાનોની ઓળખ હેડ કોન્સ્ટેબલ દુલાસિંઘ(તરણ તરણ, પંજાબ), કોન્સ્ટેબલ અભિરાજ(લખી સરાય, બિહાર), અમિત કે(ઇટાહ, યુપી), ડી રાજ શેખર(કડાપા, આંધ્રપ્રદેશ), શુભાસ સી બૈરવાલ(સિકર, રાજસ્થાન), દિનેશ બોહરા(પીતોરગઢ, ઉત્તરાખંડ) અને સંદીપ કુમાર (જમ્મુ કાશ્મીર) તરીકે કરાઈ છે.

ઈજાગ્રસ્ત જવાનોની સારવાર માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ

કાશ્મીરના લેફટીનેન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું છે કે, ઈજાગ્રસ્ત જવાનોની સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. સિન્હાએ ટ્વિટ કર્યું હતું કે ’ચંદનવારી પાસેની બસ દુર્ઘટનાથી ખૂબ જ દુ:ખી છું. આ ઘટનામાં અમે અમારા બહાદુર જવાનોને ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. દરમિયાન અનંતનાગના ડેપ્યુટી કમિશનર પીયૂષ સિંગલાએ જણાવ્યું હતું કે જીએમસી અનંતનાગ , જિલ્લા હોસ્પિટલ અનંતનાગ અને એસડીએચ સીરની મેડિકલ ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે અને 19 એમ્બ્યુલન્સ દોડતી કરાઈ છે.

રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરી જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

ઘટના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટ્વીટ કરી તમામ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જવાનોના શોકગ્રસ્ત પરિવારો સાથે સહાનુભૂતિ દર્શાવી હતી. ઉપરાંત ઈજાગ્રસ્ત જવાનોની ઝડપી સ્વસ્થ થાય તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તેવું રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.